AAPને મળ્યું પાટીદાર અનામત આંદોલન જેવું સમર્થન, જાણો કયા શહેરમાં આપની સભામાં ઉમટી હીરા વેપારીઓની ભીડ

ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી 2022ની વિધાનસભા ચુંટણી(2022 Gujarat Assembly elections) આવી રહી છે અને તમામ રાજકીય પાર્ટીઓ તડામાડ તૈયારીમાં લાગી ગઈ છે. આ વખતે તો રાજકીય સમીકરણને…

ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી 2022ની વિધાનસભા ચુંટણી(2022 Gujarat Assembly elections) આવી રહી છે અને તમામ રાજકીય પાર્ટીઓ તડામાડ તૈયારીમાં લાગી ગઈ છે. આ વખતે તો રાજકીય સમીકરણને જોતા તો આમ આદમી પાર્ટી(AAP) અને ભાજપ(BJP) વચ્ચે જ ખરાખરીનો જંગ જામવાનો છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા પ્રચંડ પ્રચાર શરુ કરી દેવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટી દ્વારા ગામડે ગામડે અને ગુજરાતના અલગ અલગ સ્થળે જઈને પરિવર્તન યાત્રા શરુ કરી દેવામાં આવી છે અને આ પરિવર્તન યાત્રાને લોકોનું બહોળું સમર્થન મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પ્રચારમાં જોડાઈ ગયા છે.

હીરાઉધોગનું વૈશ્વિક કેન્દ્ર એવા સુરતના હીરા બજારમાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર જનસભા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હીરા વેપારીઓ અને કારોબારીઓએ હાજરી આપી હતી અને જેને કારણે ભાજપની ચિંતામાં વધારો થયો છે.

પાટીદાર અનામત આંદોલન બાદ પ્રથમવાર કોઇ રાજકીય પાર્ટીની બજારમાં આવી રીતે સભા કરવા દેવાય છે ત્યારે આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રવાસી પાટીદારોએ ભવ્ય સ્વાગત કરતા માત્ર સુરત જ નહીં સૌરાષ્ટ્રમાં પણ ભાજપ અને કોંગ્રેસ માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે.

ભૂતકાળમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન આવી રીતે જાહેર સભા યોજવામાં આવતી હતી અને ભાજપ સરકાર વિરુદ્ધ માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. આ માહોલ હીરા વેપારીઓ પોતે હું કરી શક્યા હતા હવે આમ આદમી પાર્ટી તરફથી હીરા વેપારીઓ ઝુકાવ સ્પષ્ટપણે દેખાડે છે કે આવનારો સમય પરિવર્તનનો હશે.

કોર્પોરેશનની ચુંટણીમાં ઉમેદવારો નહોતા મળતા અને વિધાનસભાની ચૂંટણી લડવા માટે લાગી કતાર:
ફેબ્રુઆરી 2021માં મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે વિસ્તારોમાં તેને ઉમેદવારો મળ્યા ન હતા, હવે તે વિસ્તારોમાં 5-5 ઉમેદવાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે કતારમાં છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો વાત કરવામાં આવે તો ચૂંટણી તૈયારીઓમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા આગળ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *