રાજસ્થાન (Rajasthan) ના જોધપુર (Jodhpur) માં 30 જાન્યુઆરીએ મોડલ હોટલના 7મા માળેથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કરવાના મામલામાં પોલીસે સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મોડલ ગુનગુન ઉપાધ્યાયને પીડિતાને રાજ્યના કેબિનેટ મંત્રીને ફસાવવા માટે બ્લેકમેલ કરવામાં આવી રહી હતી.
બ્લેકમેલ કરનારી ટોળકી તેમના દ્વારા રાજ્યના કેબિનેટ મંત્રીને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરી રહી હતી. જેના કારણે તેણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ગેંગના સભ્યો ગુનગુનને ભીલવાડા લઈ ગયા હતા, પરંતુ ગુનગુને તેમનું કામ કરવાની ના પાડી દીધી હતી.
જાણવા મળ્યું છે કે, બ્લેકમેલ કરનારી ટોળકી તેને સતત હેરાન કરવાનું શરૂ કર્યું, જેના કારણે ગુનગુને જોધપુર પહોંચતાની સાથે જ હોટેલ ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. હાલમાં તેમની સારવાર માથુર હોસ્પિટલના આઈસીયુમાં ચાલી રહી છે. પોલીસે આ કેસમાં માસ્ટરમાઇન્ડ અક્ષત શર્મા અને ભીલવાડાની રહેવાસી બે યુવતીઓની ધરપકડ કરી છે.
ડીસીપી ભુવન ભૂષણ યાદવે જણાવ્યું કે, આરોપીઓએ ગુનગુનના કેટલાક વીડિયો બનાવ્યા હતા, જેના આધારે તેઓએ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને તેને કહ્યું કે ‘અમારે ભીલવાડામાં કામ છે જે તેણે મંત્રી પાસે કરાવવાનું છે.’ આરોપીની યોજના મૉડલ મોકલીને મંત્રીને હની ટ્રેપમાં ફસાવવાના હતા. જે બાદ તેઓ તેમની પાસે કોઈપણ કામ કરાવી શકતા હતા.
મળતી માહિતી અનુસાર જ્યારે ગુનગુને કામ કરવાનો ઇનકાર કર્યો, ત્યારે અક્ષત શર્માએ દીપાલી અને અન્ય એક છોકરીને મંત્રીની ઓફિસમાં મોકલ્યા, પરંતુ તેઓએ તે કામ કરવાની ના પાડી દેતા આખો પ્લાન ચોપટ થઇ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.