સુરત (Surat) આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના વોર્ડ નંબર 16 ના જનપ્રતિનિધિ વિપુલભાઈ મોવલીયા વિરુદ્ધ સુરત આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ આક્ષેપ લગાવ્યા હતા કે, ‘આપમાં રહીને ભાજપ સાથે જોડાયેલા છે. આટલું જ નહીં વિપુલભાઈ સી આર પાટીલના મળતિયા સાથે મળીને અન્ય કોર્પોરેટરને ભ્રમિત કરીને ભાજપ સાથે જોડાવાની, તેમજ પાર્ટીમાં ભંગાણ કરવાની પ્રવૃત્તિઓ કરતા હતા.’
મહેન્દ્ર નવડિયા દ્વારા વિપુલભાઈને નોટિસ આપવામાં આવી હતી. મહેન્દ્રભાઈ જણાવતા કહે છે કે, ‘વિપુલભાઈ છેલ્લા કેટલાય સમયથી પાર્ટીના કાર્ય સાથે જોડાતાં ન હતાં. જાહેર જનતામાંથી પણ ઘણી વખત વિપુલભાઈ વિરોધી ફરિયાદો પાર્ટીને મળી હતી. આ અંગે પાર્ટીએ વિપુલભાઈને ઘણા સમજાવ્યા હતા, પરંતુ તેમણે પાર્ટી વિરોધી કાર્ય શરૂ રાખ્યું હતું.’
વધુમાં કહેતા જણાવ્યું હતું કે, ‘ચૂંટાયા પછી થી, વિપુલભાઈ કોઈ કાર્યકર્તાઓના ફોન ઉપાડતા નહોતા. પાર્ટીને મીટીંગોમાં, વિરોધ પ્રદર્શનમાં અને રેલીઓ માં પણ હાજરી આપતા નહોતા.’ સાથોસાથ મહેન્દ્રભાઈએ આક્ષેપ કર્યો છે કે, ‘અન્ય કાર્યકરોને પણ પાર્ટીના કાર્યક્રમમાં હાજર ન રહેવા ઉશ્કેરતા હતા, અને ભાજપ તરફી વલણ ધરાવતા હતા.’
મહેન્દ્રભાઈએ વધુમાં કહેતા જણાવ્યું કે, ‘વિપુલભાઈ ભાજપના ઇશારે આમ આદમી પાર્ટીમાં ભંગાણ કરવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. પૈસાની લાલચમાં આંધળા બની સાથે કોર્પોરેટરોને ભાજપમાં જોડાવા ઉશ્કેરી રહ્યા છે. આવી ફરિયાદો અન્ય કોર્પોરેટરોએ પણ કરી હતી.’
સાથોસાથ વોર્ડ સંગઠનના સાથીઓએ ફરિયાદ કરી હતી કે, ‘વિપુલભાઈ એ ભાજપ નેતાઓના સહકારથી હાલમાં જ ફોરચુનર ગાડી લીધી છે. આટલું જ નહીં પરંતુ તમામ કોર્પોરેટરો અને લાલચ આપી હતી કે, તમે પણ ભાજપમાં જોડાઈ જાવ તો ખૂબ પૈસા મળશે.’ મહેન્દ્ર ભાઈનો આક્ષેપ છે કે, વિપુલભાઈ બટુક નામના સી.આર.પાટીલ મળતિયા સાથે મળીને અન્ય કોર્પોરેટરોને પણ ભ્રમિત કરી પાર્ટીમાં ભંગાણ કરવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.