જુઓ LIVE દ્રશ્યો- સુરતની વધુ એક કંપનીમાં ભયંકર આગ, ગણતરીની મીનીટોમાં…

સુરત (Surat) શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ભયંકર આગ (Fire) ફાટી નીકળી હતી. જોત જોતામાં આગનો…

સુરત (Surat) શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ભયંકર આગ (Fire) ફાટી નીકળી હતી. જોત જોતામાં આગનો ફેલાવો પણ ખુબ વધી ગયો હતો. જાણવા મળ્યું છે કે, ભાટપોર જીઆઇડીસી માં આવેલી એક કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી.

આગની માહિતી મળતા જ, ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ગણતરીની મીનીટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને કોઈએ સૌથી પહેલા ફાયર વિભાગને જાણકારી આપી દીધી હતી. જેને લઈને ગણતરીની મીનીટોમાં ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ પહોચી હતી અને આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરી હતી.

મળતી માહિતી, અનુસાર આ કંપની પ્લાસ્ટિકના બોઈલર બનાવતી હતી. અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. સાથોસાથ ત્યાં હાજર લોકોમાં ભાગદોડ પણ મચી હતી. હાલ ખુશીના સમાચાર તો એ છે કે, આ ઘટનામાં કોઈને પણ કોઈ જાનહાની થઇ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *