કેનેડા (Canada) ના વર્નોન (Vernon) શહેરની રહેવાસી એક છોકરી તેના બોયફ્રેન્ડને મળવા લગભગ 6000 કિમી દૂર ગઈ હતી. તે યુવતીનું નામ એશ્લે વેડ્સવર્થ (Ashley Wadsworth) છે. પરંતુ જાણવા મળ્યું છે કે, ત્યાં કોઈએ તેનો જીવ લઇ લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીને ઘરે પરત ફરવાના બે દિવસ પહેલા જ ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. વિદેશથી યુવતીના મોતના સમાચાર આવતા જ ઘરમાં હોબાળો મચી ગયો હતો. હાલ તપાસ એજન્સી આ હત્યાની તપાસ કરી રહી છે.
એશ્લેએ 12 નવેમ્બર ના રોજ બોયફ્રેન્ડ જેકને મળવા કેનેડાથી યુકે આવી હતી તેવી જાણકારી મળી છે. પરંતુ આગલા દિવસે તેનો મૃતદેહ ચેમ્સફોર્ડ (Chelmsford) ના એક ફ્લેટમાંથી મળી આવ્યો હતો. નોંધનીય વાત એ છે કે, એશ્લે જલ્દી જ તેના દેશ કેનેડા પરત જવાની હતી, પરંતુ તે પહેલા જ તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ એશ્લે વેડ્સવર્થના પરિવારજનોની હાલત ખુબ જ ખરાબ છે.
મળતી માહિતી અનુસાર યુકેની તેમની મુલાકાત દરમિયાન, એશ્લેએ લંડનમાં બકિંગહામ પેલેસ અને બિગ બેન (એલિઝાબેથ ટાવર) સહિત ડઝનેક પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.
હાલમાં તપાસ એજન્સી મૃતકના 23 વર્ષીય બોયફ્રેન્ડ જેકની હત્યાની શંકાના આધારે પૂછપરછ કરી રહી છે. એજન્સીનું કહેવું છે કે “તપાસ સારી રીતે આગળ વધી રહી છે, અમે હજુ થોડા દિવસો સુધી ઘટનાસ્થળે રહીશું. અમે પુરાવા ભેગા કરવાનું અને તથ્યોની ચકાસણી કરવાનું ચાલુ રાખીશું.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.