આ મામલો મોતિહારી (Motihari) જિલ્લાના મહારાજા હરેન્દ્ર કિશોર કોલેજ પરીક્ષા કેન્દ્રનો છે. જ્યાં ઇન્ટર EXAM 1 ફેબ્રુઆરી, 2022થી શરૂ થઈ છે. મોતિહારી જિલ્લામાં, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 54 પરીક્ષા કેન્દ્રો પર શરૂ થયેલી પરીક્ષાની તૈયારીઓ અંગેના દાવા કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર જિલ્લાના એક પરીક્ષા કેન્દ્રમાંથી મોટી બેદરકારી સામે આવી છે. અહીં સુવિધાના અભાવે સાંજના સમયે પરીક્ષાર્થીઓને બીજી પાળીમાં વાહનોની હેડલાઈટ શરુ કરાવી EXAM આપવી પડી હતી. તેટલું જ નહિ પરંતુ પરીક્ષા નિર્ધારિત સમય કરતા મોડી શરૂ થવાને કારણે કેન્દ્રની બહાર વાલીઓ અને અંદર વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. બાદમાં મોટી સંખ્યામાં પહોંચેલી વહીવટી ટીમે પરીક્ષાર્થીઓને શાંત પાડી પરીક્ષા પૂર્ણ કરી હતી. જાણવા મળ્યું છે કે, બીજી શિફ્ટની પરીક્ષાનો સમય બપોરે 01:45 થી 05:00 સુધીનો નક્કી કરવામાં આવ્યો હતો.
મંગળવારે એટલે કે, પરીક્ષાના પ્રથમ દિવસે બીજી પાળીમાં ઇન્ટર આર્ટસ અને વોકેશનલ કોર્સના વિદ્યાર્થીઓ માટે હિન્દીની EXAM હતી. મહારાજા હરેન્દ્ર કિશોર કોલેજ ખાતેના પરીક્ષા કેન્દ્રમાં યોગ્ય બેઠક વ્યવસ્થાના અભાવે લગભગ ચાર વાગ્યા સુધી પરીક્ષાર્થીઓમાં પ્રશ્નપત્ર અને નકલનું વિતરણ થઈ શક્યું ન હતું. જેના કારણે વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રની અંદર હંગામો મચાવ્યો હતો.
પરીક્ષા કેન્દ્રની બહાર વિદ્યાર્થીઓના વાલીઓને આ વાતની જાણ થતાં જ વિદ્યાર્થીઓના વાલીઓએ પણ કેન્દ્રની બહાર હોબાળો મચાવ્યો હતો. જેની માહિતી મળતાં જ સદર એસડીઓ સૌરભ સુમન યાદવ અને ડીએસપી અરુણ કુમાર યાદવ મોટી સંખ્યામાં પોલીસ દળ સાથે પહોંચ્યા અને પછી હંગામો શાંત થતાં પરીક્ષા શરૂ થઈ શકી. પણ ત્યાં સુધીમાં રૂમમાં અંધારું થઈ ગયું હતું.
400 students in Bihar’s Motihari wrote class 12 board exams in front of car headlights on Tuesday evening. Watch:https://t.co/Mt2mYaFJ6D
— ThePrintIndia (@ThePrintIndia) February 3, 2022
લાઈટ માટે જનરેટરની સાથે વરંડામાં બેઠેલા ઉમેદવારો માટે સરકારી વાહનોની લાઈટો પણ શરુ કરવામાં આવી હતી. ઘણી મહેનત બાદ ઉમેદવારો EXAM આપી શક્યા હતા. આ સમગ્ર મામલે ડીએમ શીર્ષત કપિલ અશોકે જણાવ્યું કે બેઠક વ્યવસ્થામાં ગરબડના કારણે EXAM દોઢ કલાક મોડી શરૂ થઈ હતી. ડીએમએ કહ્યું કે, ડીઈઓને મામલાની તપાસ કરીને રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્ર અધિક્ષકને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તેવું ડીએમ દ્વારા કહેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.