ઇલેક્ટ્રિક સ્કુટરનો આખો શો રૂમ બળીને ખાક થયો, ધીરે-ધીરે લોકોમાં ઇલેક્ટ્રિક સ્કુટરનો મોહભંગ

હાલ દેશના ઘણા ભાગોમાં ગરમીમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ છેલ્લા થોડા દિવસથી ઈલેક્ટ્રિક સ્કૂટરોમાં આગ લગાવાની ઘટનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો…

હાલ દેશના ઘણા ભાગોમાં ગરમીમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ છેલ્લા થોડા દિવસથી ઈલેક્ટ્રિક સ્કૂટરોમાં આગ લગાવાની ઘટનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ તમિલનાડૂમાંથી વધારે એક ઓકિનાવ ડીલરશિપમાં આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આગ સૌથી પહેલા ઈલેક્ટ્રિક સ્કૂટરમા લાગી હતી.

ત્યાર પછી ડીલરશિપની અંદર પાર્ક કરવામાં આવેલ સ્કૂટરમાં આગ લાગી હતી. આગ લાગતા કોઈપણ જાનહાની થઇ નથી. સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ આગ લાગવાથી ડિલરશિપને કેટલુ નુકસાન થયું છે, તેની હાલ કોઈ માહિતી મળેલ નથી. કાળા ધુમાડો જોતા લોકો દ્વારા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, આખો શો રૂમ બળીને ખાક થઈ ગયો હશે.

બિહારમાં પણ આવી ઘટના સર્જાય હતી: 
બિહારના લાલગંડમાં પણ આ પ્રકારની એક ઘટના સામે આવી છે. લાલગંડમાં પ્યોર ઈવી ડીલર, ઈલેક્ટ્રિક સ્કૂટરની બૈટરીમાં ખરાબી આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ડીલરશિપના માલિક વિવેક રંજનએ જણાવ્યું છે કે, બૈટરીમાં સમસ્યા આવવાના કારણે હાલ ગ્રાહકોની રેંજમાં ઘટાડો થયો છે. આ વાતની ફરિયાદ કરતા ગ્રાહકો ગાડીની બેટરી અમારી પાસે મુકીને જાય છે. જેના કારણે શો રૂમમાં બેટરી ફાટી અને ભૂષણ આગ લાગી હતી.

ઈવીએસ ગાડીઓમાં આગ લાગવા પાછળનું કારણ:
ઈવીએસમાં ગાડીઓમાં મુખ્ય રીતે ત્રણ કારણો છે. જેમાં મુખ્ય કારણ લો કેટેગરીવાળા લિથિયમ સેલ છે. તેમજ બેટરીથી ચાલતા સેલ લિકેજ, બેટરી નિયંત્રક ઉપરાંત મોટરના માપદંડોની વચ્ચે તાલમેલનો અભાવ હોવાના કારણે બેટરીમાં વિસ્ફોટ થવાની સમસ્યા ઉત્પન્ન થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *