સુરત (Surat) શહેરમાં વધુ એક ગોલ્ડમાં રોકાણ (Invest in gold) ના નામે ઉઠામણું થયું છે. ત્યારે કેટલાય લોકોના લાખો રૂપિયા રૂપિયા છે. ‘એક કા ડબલ’ કરવાની લાલચ આપી છેતરપિંડી આચરનારા દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે સુરતમાં MG કિંગ ગોલ્ડ નું કરોડોમાં ઉઠમણું થયું છે.
મળતી માહિતી અનુસાર સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી, MG કિંગ ગોલ્ડ નામે ચાલતી કંપની કરોડ રૂપિયા સાથે ઉઠી ગઈ છે. આ કંપનીમાં કેટલાય ગરીબોએ પૈસા ડબલ થવાની લાલો છે રોકાણ કર્યું હતું. પરંતુ આ દરેકને છેતરી કંપની ઉઠી ગઈ છે.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, ૯૦થી વધુ લોકોએ રૂપિયા ડબલ થવાની લાલચ છે, આ કંપનીમાં રૂપિયાનું રોકાણ કર્યું હતું. વિશાલ મગરે નામના આરોપીનું નામ સામે આવ્યું છે. માહિતી મળી છે કે, આ ઓફિસનું ઉદ્દઘાટન સ્થાનિક કોર્પોરેટર સુધાકર ચૌધરી દ્વારા જ કરવામાં આવ્યું હતું.
આ કંપનીમાં કેટલાય લોકોએ મોટી સંખ્યામાં રોકાણ કર્યું હતું. જોકે હજુ સુધી કોઈપણ સત્તાવાર આંકડો બહાર આવ્યો નથી. પરંતુ રોકાણ કરનારાઓ નું માનવું છે કે, આ કંપનીએ કરોડોમાં ઉઠમણું કર્યું છે. સાથોસાથ ઘટનાની જાણ થતા ડીંડોલી પોલીસે આરોપીને ડીટેન કરીને વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.