દક્ષિણ અમેરિકા(South America): પેરુમાં(Peru) એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. શુક્રવારે મોડી રાત્રે મુસાફરોથી ભરેલી એક બસ 650 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં(Accident) અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે. આ સિવાય 30થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓ અને ખાણ કંપનીના જણાવ્યા અનુસાર, આ બસમાં ખાણ કામદારો હતા.
સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ઉત્તરીય લિબર્ટાડ ક્ષેત્રમાં થઈ હતી. મુસાફરોથી ભરેલી બસ જઈ રહી હતી ત્યારે અનિયંત્રિત થઈને બસ 100 મીટર (328 ફૂટ) ઊંડી ખીણમાં પડી ગઈ હતી. બસ તૈયબામ્બાથી ટ્રુજીલો જઈ રહી હતી. આ અંતર લગભગ 340 કિલોમીટર (211 માઇલ)નું છે. જોકે, ખરાબ રસ્તાના કારણે આ અંતર કાપવામાં 14 કલાકનો સમય લાગે છે.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આ માર્ગ અકસ્માત લુકાનાસ પ્રાંતમાં થયો હતો અને બસમાં સવાર લોકો પહાડી પરથી નીચે પડી ગયા હતા. અકસ્માતના વીડિયો ફૂટેજમાં, બસ પલટી ખાઈને સ્પષ્ટ જોઈ શકાય છે, તેની છત અને બારીઓ ઉડી ગઈ છે. પેરુના દક્ષિણ ભાગમાં આવેલા રસ્તાઓ ખૂબ જ જોખમી માનવામાં આવે છે.
આ કર્મચારીઓ જે કંપનીમાં કામ કરે છે તે લંડનની Hochschild Mining Company છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઈગ્નાસિયો બસ્ટામેન્ટે કહ્યું, “આ સમાચારથી અમે બધા સ્તબ્ધ છીએ. આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, અત્યારે અમારી પ્રાથમિકતા પીડિત પરિવારોને મદદ કરવાની છે. આ માટે અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
અકસ્માતનું કારણ જાણી શકાયું નથી
પોલીસનું કહેવું છે કે, માર્ગ અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બસ પલાંકાટા ગોલ્ડ એન્ડ સિલ્વર માઈનથી અરેક્વિપા શહેર જઈ રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.