આજના દિવસનો કાળો ઈતિહાસ- વર્ષ 2011માં 15 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા

સૌ કોઈ એ વાત જાણે છે કે, 2011 માં જાપાનમાં(Japan) આવેલા ભૂકંપ(Earthquake) અને સુનામીના(Tsunami) કારણે જાપાન હચમચી ઉઠ્યું હતું. મળતી માહિતી અનુસાર આજના દિવસે જ જાપાનના પૂર્વ દ્વીપકલ્પના ઓશિકાથી(Oshika of the Eastern Peninsula) 70 કિલોમીટર દૂર રિક્ટર સ્કેલ(Richter scale) પર 9 ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 24 કિલોમીટરની ઊંડાઈએ હતું. આવા મજબૂત ભૂકંપના આંચકાએ ઉત્તરપૂર્વ જાપાનને(Northeast Japan) વેરવિખેર કરી નાખ્યું હતું.

ભૂકંપ બાદ લગભગ 20 જ મિનિટ પછી, સુનામીના મોજા ઉત્તરમાં હોકાઈડો અને દક્ષિણમાં ઓકિનાવા ટાપુઓ પર અથડાયા, જેના કારણે વ્યાપક વિનાશ થયો હતો. જાણવા મળ્યું છે કે, આ દરમિયાન 15,000 થી વધુ લોકોના મોત થયા હતા. નેશનલ પોલીસ એજન્સીના જણાવ્યા અનુસાર હજુ પણ 2,000થી વધુ લોકો ગુમ થયેલ યાદીમાં છે.

આ પછી, સુનામીના વિશાળ મોજાં ફુકુશિમા દાઇચી પરમાણુ પાવર પ્લાન્ટને અથડાયા. જ્યારે મીઠું પાણી ન્યુક્લિયર પ્લાન્ટમાં પ્રવેશ્યું, ત્યારે રિએક્ટર ઓગળવા લાગ્યા અને વિસ્ફોટ થવા લાગ્યા. પ્લાન્ટમાંથી મોટા પ્રમાણમાં કિરણોત્સર્ગી તત્વો લીક થવા લાગ્યા અને પરમાણુ કિરણોત્સર્ગ શરૂ થયો. આ પછી જાપાને ત્રણ વર્ષ સુધી તેના તમામ ન્યુક્લિયર પાવર સ્ટેશન બંધ કરી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *