દર વર્ષે ભારતીય રેલ્વે રામ ભગવાનના ભક્તોને મફત ભાવે દરેક રામ મંદિરની યાત્રા કરાવે છે. અને આ યાત્રાને ‘ભારતીય રેલ રામાયણ સર્કિટ યાત્રા’ નું નામ રાખવામાં આવ્યું છે. એન દર વર્ષે આ યાત્રા કરાવામાં આવે છે.
ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોની યાત્રા કરવનાર ‘ભારતીય રેલ રામાયણ સર્કિટ યાત્રા’ આ વર્ષે પણ રામ ભગવાનના ભક્તો માટે આયોજીત કરવામાં આવી છે. ગયા વર્ષે આ યાત્રા સફળ રહી હતી. આ ટ્રેન ભારત અને શ્રીલંકામાં ભગવાન રામના જીવન સાથે જોડાયેલા સ્થળો પર લઈને જાય છે. ભારતની યાત્રા ટ્રેનના માધ્યમથી જ્યારે શ્રીલંકાની યાત્રી ચેન્નાઈથી વિમાનના માધ્યમથી થશે.
ભારતીય રેલ્વે એ શુક્રવારે જણાવ્યું કે રેલવેની કેટરિંગ અને કોર્પોરેશન આઈઆરસીટીસીએ 2018માં વિશેષ પર્યટન ટ્રેનથી ચાર પેકેજ ચલાવ્યા હતા. ગઈ વખતની જેમ જ આ વર્ષે પણ નંબરમાં બે યાત્રા પેકેજ આવશે. ભારતીય સ્થળોની 16 દિવસ અને 17 રાતની યાત્રાનો કુલ ખર્ચ યાત્રીદીઠ 16,065 જમા કરાવવાનો રહેશે. ત્યાંજ શ્રીલંકા જનાર લોકોને 36,950 રૂપિયા પ્રતિ વ્યક્તિ આપવાના રહેશે.
પહેલી ટ્રેન ‘શ્રી રામાયણ યાત્રા’ તર્ણ નવેમ્બરે રાજસ્થાનના જયપુરથી રવાના થશે અને દિલ્હીથી પસાર થતી નિકળશે. 16 દિવસ અને 17 રાતની આ યાત્રામાં શ્રીલંકામાં ‘રામાયણ’ સાથે જોડાયેલા સ્થળો પણ સામેલ છે. ત્યાં જ બીજી ટ્રેન ‘રામાયણ એક્સપ્રેસ’ મધ્યપ્રદેશના ઈન્દોરથી 18 નવેમ્બરે યાત્રા શરૂ કરશે અને વારાણસીથી થઈને પસાર થશે.
આજ પ્રકારની અન્ય ટ્રેન મદુરેથી આવનાર મહિનામાં રવાના થશે. પાછલા વર્ષે પહેલી વખત 14 ડિસેમ્બર 2018એ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી ભારત અને શ્રીલંકા માટે યાત્રા શરૂ થઈ હતી અને બધી સીટો ભરેલી હતી.
ભારતીય સ્થળોમાં અયોધ્યાનું રામ જન્મભૂમિ અને હનુમાનગઢી, નંદીગ્રામનું ભારત મંદિર, બિહારમાં સીતામઢીનું સીતા માતા મંદિર, વારાણસીનું તુલસી માનસ મંદિર અને સંકટ મોચન મંદિર, ઉત્તર પ્રદેશમાં સીતામઢીનું સીતા સમાહિત સ્થળ, ત્રિવેણી સંગમ, હનુમાન મંદિર અને પ્રયાગનું ભારદ્વાજ આશ્રમ તથા શ્રૃંગવેરપુરમાં શ્રૃંગી ઋષિ મંદિર, ચિત્રકુટમાં રામઘાટ અને સતી અનુસુય્યા મંદિર, નાસિકમાં પંચવટી, હમ્પી અનજનદ્રી હિલ અને હનુમાન જન્મ સ્થળ તથા રામેશ્વરમાં જ્યોતિર્લિંગ શિવ મંદિર શામેલ છે.
શ્રીલંકામાં સીતા માતા મંદિર, અશોક વાટિકા, વિભિષણ મંદિર અને મુન્નેશ્વર-મુન્નાવરીનું શિવ મંદિર સહિત ઘણા સ્થળ છે.