હાલમાં જ જાણવા મળ્યું છે કે, આર્થિક રાજધાની મુંબઈમાં (Mumbai) ટૂંક સમયમાં જ ‘વોટર ટેક્સી’ સેવા (Water taxi service) શરૂ થવા જઈ રહી છે. વોટર ટેક્સી સેવા 17 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી રહી છે. તે મુંબઈ અને નવી મુંબઈને જોડશે. મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (એમએમબી) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં ચાર ઓપરેટરોને વોટર ટેક્સી ચલાવવાની પરવાનગી આપવામાં આવશે. સ્પીડ બોટનો ઉપયોગ ટેક્સી તરીકે કરવામાં આવશે. સ્પીડ બોટની મદદથી જ લોકોની અવરજવર થશે. સામાન માટે કેટામરન્સનો ઉપયોગ કરવામાં આવશે.
આ સેવા કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલની હાજરીમાં શરૂ કરવામાં આવશે. આ સેવા શરૂ થયા બાદ મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી શરૂ કરવાની યોજના ત્રણ દાયકા જૂની હતી પરંતુ હવે તે અત્યારે ફળીભૂત થઈ છે. મોદી સરકારે જળમાર્ગ કાર્યક્રમ પર ભાર મૂક્યો છે.
મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (એમએમબી) અને સિડકોએ આ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કર્યું છે. વોટર ટેક્સી માટે ત્રણ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. પહેલો રૂટ દક્ષિણ મુંબઈમાં ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલ અને નવી મુંબઈમાં બેલાપુર વચ્ચેનો છે. બીજો માર્ગ બેલાપુર અને એલિફન્ટા ગુફાઓ વચ્ચેનો છે અને ત્રીજો માર્ગ બેલાપુર અને જેએનપીટી (જવાહર લાલ નહેરુ બંદર) વચ્ચેનો છે. બાદમાં વોટર ટેક્સીઓને માંડવા, રેવાસ, કરંજા જેવા સ્થળો સાથે જોડવામાં આવશે.
એક ઓપરેટર હાલમાં ડીસીટી અને બેલાપુર વચ્ચે કેટામરન માટે રૂ. 290 ચાર્જ કરી રહ્યા છે. માસિક પાસ 12 હજાર રૂપિયા છે. કેટમેરન્સની મદદથી આ યાત્રા 40-50 મિનિટમાં પૂર્ણ કરી શકાય છે. સ્પીડ બોટનું ભાડું 800-1200 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. આ ભાડું ડીસીટીથી બેલાપુર વચ્ચેનું હશે અને બંને વચ્ચેનું અંતર 25-30 મિનિટમાં કાપી શકાશે. એકવાર પાણીની સેવા શરૂ થતાં 1.5 કલાકની મુસાફરી 45 મિનિટમાં પૂર્ણ થશે.
અગાઉ એપ્રિલ 2020માં તત્કાલિન શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, વોટર ટેક્સી 12 રૂટ પર ચલાવવામાં આવશે. તે સમયે નેરુલ, બેલાપુર, વાસી, અરૌલી, રેવાસ, કરંજા, ધરમતર, કન્હૌજી અને થાણેના નામ ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલથી ચર્ચામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.