12 ફેબ્રુઆરીના રોજ સુરત (Surat) ના કામરેજ (Kamrej) તાલુકામાં ગ્રીષ્મા વેકરીયા (Grishma Vekariya) નામની દીકરીને એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં જ ઘાતકી હત્યા કરી મોતને ઘાટ ઉતારી હતી, આ ઘટનાથી સમગ્ર ગુજરાત (Gujarat) હચમચી ઊઠયું હતું.
દીકરીના પિતા આફ્રિકા હોવાથી, બે દિવસ સુધી અંતિમ સંસ્કાર કરવામાં નહોતા આવ્યા પરંતુ આજે વહેલી સવારે ગ્રીષ્માની અંતિમયાત્રા કાઢવામાં આવી છે.
સમાજની દિકરી ની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટ્યા છે. કેટલાય આગેવાનો સહિત ઘણા યુવાનો વહેલી સવારે ગ્રીષ્માની અંતિમયાત્રામાં જોડાયા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ અંતિમ યાત્રામાં જોડાઈ રહી છે. સમાજના દરેક લોકો દિકરીને ચોધાર આંસુએ વિદાય આપી રહ્યા છે.
બીજી તરફ અંતિમયાત્રા ને લઈને સોસાયટીને ગાર્ડન કરવામાં આવી છે. અંતિમયાત્રામાં પોલીસનું પણ ચુસ્ત રીતે બંદોબસ્ત કરવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યું છે. ખાસ તો સુરત બોર્ડરથી અશ્વિનીકુમાર સુધી સ્પેશ્યલ બ્રાન્ચને જવાબદારી સોંપવામાં આવી છે. અંતિમયાત્રામાં ઘણા લોકો જોડાઈને સમાજ ની દીકરીને ભાવભીની વિદાય આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.