12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજ તાલુકામાં ગ્રીષ્મા વેકરીયા નામની દીકરીને એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં જ ઘાતકી હત્યા કરી હતી. આજે સવારે 9:30 કલાકે ઘરથી સ્મશાન સુધી ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી છે. સમાજની દિકરીની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટ્યા છે. કેટલાય આગેવાનો સહિત ઘણા યુવાનો વહેલી સવારે ગ્રીષ્માની અંતિમયાત્રામાં જોડાયા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ અંતિમ યાત્રામાં જોડાઈ રહી છે. સમાજના દરેક લોકો દિકરીને ચોધાર આંસુએ વિદાય આપી રહ્યા છે.
ગ્રીષ્માને અંતિમ સફર દરમ્યાન દુલ્હનની જેમ તૈયાર કરી હતી. જ્યારે અંતિમ વાર પરિવારના સભ્યો ગ્રીષ્મા દીકરીને દુલ્હનના રૂપમાં જોઈ રહ્યા હતા, ત્યારે વાતાવરણમાં ચારે તરફ શોકનો માહોલ છવાયો હતો. માતા ગ્રીષ્માને દુલ્હનના રૂપમાં જોઈને ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. સાથોસાથ ત્યાં હાજર દરેક લોકોની આંખો ભીની થઇ ગઈ હતી.
ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા. દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. દીકરીની હત્યાની જાણ થતાં જ પિતા તો જમીન પર ઢળી પડ્યા હતા. આખી સોસાયટી શોકમગ્ન થઈ ગઈ છે.
ગ્રીષ્માની અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. અંતિમ યાત્રામાં મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. સમગ્ર વિસ્તારમાં જિલ્લા પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે. સુરત બોડરથી અશ્વિની કુમાર સુધી સ્પેશિયલ બ્રાન્ચને બંદોબસ્તની જવાબદારી સોંપાઈ છે. ખાનગી વાહનો પર ગ્રીષ્માની અંતિમ સફરના ફોટો સાથેની યાત્રાની તૈયારી જોવા મળી છે.
ગ્રીષ્માની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે. તેના મૃતદેહ પાસે માતા-પિતાનું આક્રંદ છે. સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી રહ્યા છે. ગ્રીષ્માની અંતિમયાત્રામાં ધાર્મિક માલવિયા, અલ્પેશ કથીરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.
છેલ્લી વાર પોતાની દીકરીને જોતા, ગ્રીષ્માની માતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. ક્યારેય નહોતું વિચાર્યું કે, આટલી નાની ઉંમરે ગ્રીષ્મા પરિવારના સભ્યોને છોડીને આવી રીતે જતી રહેશે.
ગ્રીષ્માની પાલખી પાસે પિતા, માતા, ભાઈ અને પરિવારજનો વિલાપ કરી રહ્યા છે. આખી સોસાયટી શોકમગ્ન બની ગઈ હતી. સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.
અશ્વનીકુમાર સ્મશાનભૂમિ સુધીના રસ્તા પર 200 પોલીસ કર્મીનો બંદોબસ્ત તહૈનાત કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ સોમવાર સુધી દીકરીના માતા અને પિતાને પોતાની વ્હાલસોયીની વિદાય અંગેની જાણ કરવામાં આવી ન હતી. હાલ ગ્રીષ્માના મોટા પપ્પા પણ આઇસીયુમાં સારવાર હેઠળ છે.
અત્રે નોંધનીય છે કે, સુરતના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણીએ યુવતીની માતા અને ભાઈની નજર સામે જ જાહેરમાં યુવતીની હત્યા કરી હતી. એક વર્ષથી યુવતીને હેરાન કરતા યુવકને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે ફરી ઘરે આવી ગયો હતો. જો કે, તેને ફરી સમજાવવા જતાં યુવતીના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી યુવતીનું ગળું કાપી નાખ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.