શુક્રવારે દેશુરી-પાલી હાઇવે ઉપર એસિડથી ભરેલી ટેન્કર વાન પલટી ગઈ હતી. આ અકસ્માતમાં વાનમાં બે બાળકો સહિત 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં. વાન ટેન્કરને ઓવરટેક કરતી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ટેન્કર બેકાબૂ બની ગયો હતો. અને હાઇવેની સાઇડમાં આવેલા ખડક સાથે અથડાયો હતો. વાન ઉપર પલટી ગયો હતો.
પોલીસે જણાવ્યું કે,એસિડ પડવાના કારણે મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા હતા. વાન સવાર ભિલવાડાના શાહપુરાના રહેવાસી હતા. બધા પાલી આવ્યા હતા અને ત્યાંથી પરત આવી રહી હતી. ક્રેનની મદદથી ટેન્કરને રસ્તા પરથી હટાવવામાં આવ્યો હતો અને વાનમાં ફસાયેલી લાશને બહાર કાઢવામાં આવી હતી.
અકસ્માત પછી હાઇવે પર લાંબી જામ પોલીસે જણાવ્યું છે કે,મૃતકોમાં 2 બાળકો, 2 છોકરીઓ, 2 પુરુષો અને એક વાનનો ચાલક પણ છે. મૃતકના સબંધીઓને જાણ કરવામાં આવી છે. અકસ્માત બાદ કેમિકલ ભરેલું ટેન્કર રસ્તામાં ફેલાઈ ગયું હતું. આને કારણે લાંબો જામ રહ્યો હતો.