ભારતમાં પોલીસ બનવું ગુનો નથી, પરંતુ ઈમાનદાર બનવું ગુનો છે. આ IAS ઓફિસરને 22 વર્ષમાં 20 ટ્રાન્સફર અપાયા.

સામાન્ય રીતે વાત કરીએ તો ભારત દેશનું તંત્ર 50% થી વધુ ભ્રષ્ટાચારી છે. ભારતમાં પોલીસ ઓફિસર બનવું ગુનો નથી પરંતુ અહિયાં ઈમાનદારી પૂર્વક ફરજ નિભાવવી…

સામાન્ય રીતે વાત કરીએ તો ભારત દેશનું તંત્ર 50% થી વધુ ભ્રષ્ટાચારી છે. ભારતમાં પોલીસ ઓફિસર બનવું ગુનો નથી પરંતુ અહિયાં ઈમાનદારી પૂર્વક ફરજ નિભાવવી તે ગુનો છે. આ વાતને સાબિત કરતી એક ઘટના સામે આવી છે.

દેશમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ તો તમને તુરંત જોવા મળી જશે, પણ ઇમાનદાન ઓફિસરો ખૂબ ઓછા જોવા મળશે. ઘણા સરકારી અધિકારીઓ ઇમાનદારીથી કામ કરવા માગે પણ પણ છે, પરંતુ તેમને કોઇ ને કોઇ રીતે દબાવી દેવામાં આવે છે, જેનો જીવતો જાગતો કિસ્સો કેરળમાં જોવા મળ્યો હતો.

કેરળ કેડરના વરિષ્ઠ IAS અધિકારી રાજુ નારાયણસ્વામીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે ઓળખવામાં આવે છે. તેમના 22 વર્ષની સર્વિસમાં તેમનું 20 વાર ટ્રાન્સફર થયું છે. પરંતુ હવે એવી વાત સામે આવી રહી છે કે તેમને ટર્મીનેટ કરવા માટે વાતો ચાલી રહી છે. IAS રાજુ નારાયણસ્વામીનો આરોપ છે કે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઇને કારણે જ કેન્દ્ર અને રાજ્ય સરકાર હવે તેમની સર્વિસને ટર્મિનેટ કરવા માગે છે.

1991 બેચના કેરળ કેડરના અધિકારી રાજુએ શુક્રવારના રોજ કોચીમાં પત્રકારોને કહ્યું હતું કે, રાજ્ય સરકારે કેન્દ્ર પાસે મને બરતરફ કરવાની ભલામણ કરી છે. આની પાછળનું કારણ કામથી ગેરહાજર રહેવું અને અનુશાસનની ઉણપ અને જવાબદારીનો અભાવનો હવાલો આપવામાં આવ્યો છે.

એક મલયાલમ દૈનિકના રિપોર્ટ તરફ ઇશારો કરતા તેમણે કહ્યું હતું કે, મને બરતરફ કરવાને સંબંધિત સરકારના નિર્ણયની હજુ સુધી ઓફિશિયલ સુચના નથી મળી, પરંતુ મેં જે કઇપણ મીડિયામાં જોયું તે દુખી કરનારું છે.

નારાયણસ્વામીનું કહેવું ચે કે, આટલા વર્ષોના કરિયરમાં તેમના પર એક પણ દાગ નથી લાગ્યો. એટલું જ નહીં મારી વિરુદ્ધ કોઇ CBI કેસ પણ નથી. નારાયણસ્વામીની તુલના હરિયાણાના IAS અશોક ખેમકા સાથે કરવામાં આવે છે. જેઓ પોતાની ઇમાનદાર છબી માટે જાણીતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *