ભારતમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે બર્ડ ફ્લૂએ આપી દસ્તક- એક સાથે 100ના મોત થતા મચ્યો હાહાકાર

દેશમાં કોરોના(Corona) વાયરસના સંકટ વચ્ચે બર્ડ ફ્લૂ(Bird flu)એ દસ્તક આપી છે અને મહારાષ્ટ્ર(Maharashtra)ના થાણે(Thane) જિલ્લામાં સ્થિત એક પોલ્ટ્રી ફાર્મ(Poultry farm)માં 100 જેટલા મરઘીઓના અચાનક મૃત્યુથી ખળભળાટ મચી ગયો છે. થાણેના ડીએમ અને કલેક્ટર રાજેશ જે. નાર્વેકરે કહ્યું કે બર્ડ ફ્લૂના ખતરાને ધ્યાનમાં રાખીને મરઘીના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. થાણે જિલ્લા પરિષદના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ડૉ. ભાઈસાહેબ ડાંગડેએ જણાવ્યું છે કે H5N1 એવિયન ઈન્ફલ્યુએન્ઝા(Avian influenza)ના કારણે મરઘીઓનું મૃત્યુ થયું છે.

ખતરાને જોતા 25 હજાર પક્ષીઓ માર્યા જશે:
બર્ડ ફ્લૂના ખતરાને જોતા વહીવટીતંત્ર એલર્ટ પર છે અને અસરગ્રસ્ત પોલ્ટ્રી ફાર્મની એક કિલોમીટરની ત્રિજ્યામાં આવતા લગભગ 25 હજાર પક્ષીઓ માર્યા જશે. થાણેના ડીએમ અને કલેક્ટર રાજેશ જે. નાર્વેકરે કહ્યું, ‘થાણે જિલ્લાના શાહપુર તાલુકાના વેહોલી ગામમાં એક પોલ્ટ્રી ફાર્મમાં લગભગ 100 મરઘીઓ અચાનક મૃત્યુ પામી. બર્ડ ફ્લૂના ખતરાને જોતા તેમના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

તેમણે કહ્યું, “આગામી થોડા દિવસોમાં, અસરગ્રસ્ત પોલ્ટ્રી ફાર્મની એક કિલોમીટરની ત્રિજ્યામાં આવતા લગભગ 25,000 પક્ષીઓ માર્યા જશે. જિલ્લા પશુપાલન વિભાગને સંક્રમણને નિયંત્રણમાં લેવા પગલાં લેવા આદેશ આપવામાં આવ્યો છે.

H5N1 એવિયન ઈન્ફલ્યુએન્ઝાથી થાય છે મરઘીઓના મોત:
થાણે જિલ્લા પરિષદના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ડૉ. ભાઈસાહેબ ડાંગડેએ કહ્યું, “તાજેતરમાં, શાહપુર તહસીલના વેહરોલી ગામમાં એક પોલ્ટ્રી ફાર્મમાં લગભગ 100 પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા. તેના નમૂનાઓ પુણેની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા અને પરિણામોએ પુષ્ટિ કરી હતી કે તેનું મૃત્યુ H5N1 એવિયન ઈન્ફલ્યુએન્ઝાને કારણે થયું હતું.

સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે:
ડૉ.ભાઈસાહેબ ડાંગડેએ જણાવ્યું હતું કે, જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા અન્ય પક્ષીઓને ચેપ ન ફેલાય તે માટે પગલાં લેવામાં આવશે.તેમણે કહ્યું કે, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રાલયને અહીં બર્ડ ફ્લૂના કેસો વિશે જાણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *