3 વર્ષની ફૂલ જેવી દીકરીને નરાધમ બાપે માર્યો ઢોર માર અને ગુપ્ત ભાગે…. રાજકોટની આ ઘટના જાણી રુવાડા બેઠા થઇ જશે

રાજકોટ(ગુજરાત): હાલમાં રાજકોટ(Rajkot)માંથી માનવતાને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ઉપલેટા(Upleta)ના પાટણવાવ(Patanwav) ગામે 3 વર્ષની પુત્રી ઉપર સાવકા પિતા અને તેના સંબંધીએ જુલમ ગુજાર્યો હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બાળકીના પેટમાં પાટા મારી ગુપ્ત ભાગે ચિટલી ભરી હોવાનું પણ સામે આવ્યું છે.

બાળકીની માતાએ પાટણવાવ પોલીસ મથકે(police station) ફરિયાદ આપતા પોકસો સહિતની કલમો હેઠળ સાવકા પિતા ધર્મેશ ચુડાસમા(Dharmesh Chudasama) અને તેના સંબંધી સંજય મુછળીયા(Sanjay Muchaliya) વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ તરફ ગુપ્તભાગે ઇજા પહોંચી હોય બાળકીને રાજકોટની સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં સારવાર માટે ખસેડવામાં આવી છે.

બનાવની ફરિયાદ મુજબ ધોરાજીની 31 વર્ષીય પત્ની પાટણવાવના પહેલા પતિને દારૂ પીવાની લત હતી અને ત્યાંથી છૂટાછેડા થઈ ગયા હતા. બાદમાં ઉપલેટાના સમઢીયાળા ગામે રહેતા તોરણીયાનો વતની ધર્મેશ પ્રવીણ ચુડાસમા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરિણીતા ધર્મેશ 30-10-2021ના રોજ છૂટાછેડા બાદ ત્રણ મહિના સુધી સાથે રહેતી હતી. પરિણીતાને એક દીકરી અને એક દીકરો હતો. જેમાં પુત્ર તેના પૂર્વ પતિ સાથે રહેતો હતો. જ્યારે ત્રણ વર્ષની પુત્રી માતા સાથે રહેતી હતી. સાવકા પિતાને દીકરી ગમતી ન હતી.

આ અણગમાને કારણે આરોપી પિતા ધર્મેશ પ્રવીણ ચુડાસમા અને તેના કૌટુંબિક સંબંધી સંજય ચીમન મુંચડિયાએ ત્રણ વર્ષની બાળકીને ઢોર માર માર્યો હતો. આરોપીએ બાળકીને પેટમાં લાત મારી હતી અને તેના કપાળમાં પણ ઈજા પહોચાડી. આટલું જ નહીં, બંનેએ આ બાળકીની છેડતી પણ કરી હતી. જેના કારણે યુવતી ગુપ્ત રીતે ઘાયલ થઈ હતી.

પુત્રીની માતા અર્ચનાબેન ચુડાસમા કહે છે કે, ધર્મેશ તેના સાવકા પિતા છે. મારા છૂટાછેડા થયા હતા, આ દીકરી લગ્ન પછી મારી પાસે આવી હતી. જે મારા પતિને પસંદ નહોતું. 7મી ફેબ્રુઆરીના રોજ મારી પુત્રીને મારા પતિ અને નણદોઇ સંજય મુછડિયાએ માર માર્યો હતો. 17 દિવસથી મારી દીકરી ઘરે કણસતી હતી, છતાં મારો પતિ ધર્મેશ અને નણદોઈ સંજય મૂછડિયા દીકરીને હોસ્પિટલે જવા દેતો ન હતો. દીકરીની હાલત વધુ નાજુક થતા હું તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવી છું.

સાવકા પિતા ધર્મેશે પત્નીને ધમકી આપી હતી કે, આ સમગ્ર મામલે કોઈને વાત કરશે તો જાનથી મારી નાખીશું. આથી હાલ માતાને મહિલા પોલીસની સુરક્ષામાં રાખવામાં આવી રહી છે. જ્યારે સાવકા પિતાને કસ્ટડીમાં લઈ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *