સુરતમાં હુમલાનો સિલસિલો યથાવત- રાંદેરમાં વેપારીને રૂપિયાની લેતીદેતીમાં ઝીંકી દીધા ચપ્પુના ઘા

સુરત(ગુજરાત): છેલ્લા ઘણા દિવસોથી સુરત(Surat)માં ક્રાઈમના કિસ્સા ઘણા વધી ગયા છે. ત્યારે રાંદેર(Rander)માં એક રેડીમેડ ગારમેન્ટ(Readymade Garment)ના દુકાનદારને ગ્રાહકોએ પરત કરી દીધેલા કપડાના રૂપિયાની માથાકૂટમાં ચપ્પુ મારતા 32 ટાંકા લેવા પડ્યા હોવાનું સામે આવ્યું છે. શુક્રવારની મધરાત્રે બનેલી ઘટના બાદ ઇજાગ્રસ્ત ઇરફાન(Irfan)ને તાત્કાલિક સારવાર માટે સિવિલ લવાતા ઓપરેશનમાં લઇ જવાની ફરજ પડી હતી. જોકે, ઘટનાની જાણ બાદ રાંદેર પોલીસ(Police) દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે સોમૈયા (ઈજાગ્રસ્તની પત્ની)એ જણાવ્યું કે, બપોરે લગભગ 12:30 વાગ્યે ઈરફાન ફકરુદ્દીન પઠાણએ ફોન કરીને જાણ કરી કે તેને ચપ્પુ વડે મારવામાં આવ્યો છે. ખૂબ લોહી વહી રહ્યું છે, જલ્દી આવ. આ સાંભળી હોશ ઉડી ગયા હતા. ઘર પાસે જ ઘટના બની હતી. જેથી તે ત્યાં દોડી ગયો હતો અને 108ની મદદથી ઈરફાનને સારવાર માટે સિવિલમાં લઈ આવ્યો હતો.

જણાવી દઈએ કે, ઈરફાન રેડીમેડ કપડાની દુકાન ચલાવે છે. એક સપ્તાહ પહેલા બંને ઇસમો કેટલાક કપડા લઇ ગયા હતા. સાઈઝ નાની પડતા પરત આપી ગયા હતા. ત્યારે ઇરફાને પૈસા બે-ત્રણ દિવસ બાદ લઈ જજો કહ્યું હશે, રાત્રે પૈસા લેવા આવેલા ઈસમો સાથે કોઈ વાત ઉપર ઝઘડો થતા ઇરફાનને માર મારી પેટ અને કમરમાં ચપ્પુના ઘા માર્યા હતા. જોકે, હુમલાખોરો કોણ હતા તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. ઈરફાનને પેટમાં 32 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *