સુરતમાં લોકો સાથે છેતરપિંડી આચરતા વડોદરાના બંટી-બબલી ઝડપાયાં, જુઓ કેવી રીતે આચરતા?

સુરત(Surat): છેલ્લા ઘણા સમયથી સુરતમાં ખુબ જ ક્રાઈમ થઈ રહ્યા છે. એમાં પણ ખાસ કરીને લોન(Loan) આપવાના બહાને છેતરપિંડી(Fraud) આચરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા હતા.…

સુરત(Surat): છેલ્લા ઘણા સમયથી સુરતમાં ખુબ જ ક્રાઈમ થઈ રહ્યા છે. એમાં પણ ખાસ કરીને લોન(Loan) આપવાના બહાને છેતરપિંડી(Fraud) આચરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા હતા. ત્યારે હાલમાં જ આ રીતે લોન આપવાના બહાને છેતરપિંડી કરતા આરોપીઓની સુરત સાઈબાર ક્રાઇમ (Surat Cyber Crime)ની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સુરત સાઇબર ક્રાઇમમાં સુરતના એક વ્યક્તિએ ફરિયાદ કરતાં સાઇબર ક્રાઇમની ટીમે બરોડા ખાતેથી બંનેને ઝડપી પાડ્યા હતા. તેમજ તેમના વિરુદ્ધ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, છેતરપીંડી કરતા આ ભાઈ-બહેન મૂળ વડોદરાના રહેવાસી છે. જેઓ લોન આપવાના બહાને લોકો સાથે છેતરપીંડી આચરતા હતા. જે અંગે સુરત સાઇબર સેલમાં સતત ફરિયાદો આવતી રહેતી હતી. સતત આવી રહેલી ફરિયાદોના આધારે સુરત સાઈબાર ક્રાઇમની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતા આ ભાઈ-બહેનની ધરપકડ કરવામાં હતી.

સુરતના વ્યક્તિ સાથે આચરી હતી છેતરપીંડી:
મળતી માહિતી અનુસાર, છેતરપીંડી આચરનાર ભાઈ-બહેન સૌ પ્રથમ જેને નાણાની જરૂર હોય એવા વ્યક્તિઓને વિશ્વાસમાં લેતા હતા. એ જ રીતે સુરતમાં રહેતા એક વ્યક્તિને એક લાખ રૂપિયાની લોનની જરૂર હોવાને કારણે તેણે ફેસબુક પર એક મેસેજ મૂક્યો હતો, જેના આધારે છેતરપીંડી આચરનાર ભાઈ-બહેને આ યુવકનો સંપર્ક કર્યો હતો. આ આરોપીઓએ પહેલા આ યુવકને વિશ્વાસમાં લીધો હતો.

બાદમાં વડોદરા ખાતેની ફાઇનાન્સ કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી રૂ. 1,00,000 લોન અપાવવાનું જણાવી તા. 10/03/2022ના રોજ સુરત આવીને લોનના નામે પી.ઓ.એસ. મશીનમાં ડેબીટ કાર્ડ સ્વેપ કરાવી તેઓની જાણ બહાર તેમના નામે રૂ .50,000ની લોન કરી નાણાં બારોબાર ટ્રાન્સફર કરીને છેતરપિંડી આચરી હતી. જેથી સુરતના આ વ્યક્તિએ આ અંગે સુરત સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી:
ફરિયાદના આધારે સુરત સાઇબર સેલે મિત્તલ મહેન્દ્રભાઇ હીરાલાલ પરમાર તેમજ દક્ષેશ મહેન્દ્રભાઇ હીરાલાલ પરમારની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ બંટી-બબલીની ગેંગે ભૂતકાળમાં અન્ય કોઈ લોકો સાથે પણ છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *