વારાણસી એરપોર્ટ(Varanasi Airport) પર કસ્ટમ અધિકારી(Customs officer)એ શનિવારે UAEથી પરત ફરી રહેલા બે મુસાફરો પાસેથી 45 લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું. શારજાહથી એર ઈન્ડિયાની ફ્લાઈટ(Air India flight)ના એક પેસેન્જરે પોતાની વિગ નીચે પાઉચમાં સોનું છુપાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે વિગની અંદરથી સોનું મળી આવ્યું છે.
એરપોર્ટ પરથી 33 લાખનું સોનું લાવતો તસ્કર ઝડપાયો – જુઓ ક્યાં છુપાવ્યું હતું સોનું pic.twitter.com/l9Y91Pcg80
— Trishul News (@TrishulNews) February 20, 2022
અધિકારીઓએ જણાવ્યું કે બેગમાં 646 ગ્રામ સોનું હતું, જેની કિંમત 32.97 લાખ રૂપિયા છે. આ જ ફ્લાઇટમાં સવાર અન્ય એક મુસાફર પાસેથી 238.2 ગ્રામ સોનું મળી આવ્યું હતું, જેની કિંમત ₹12.14 લાખ છે. પેસેન્જર જે કાર્ટન લઈને જઈ રહ્યો હતો તેને લપેટીને પ્લાસ્ટિકના થર વચ્ચે સોનું છુપાવવામાં આવ્યું હતું.
આ અગાઉ પણ અનેક વાર આ પ્રકારે સોનાને શરીરમાં છુપાવીને લઇ જવામાં આવે છે અને સફળતા પૂર્વક તેને પકડી પાડવામાં આવે છે. આ અગાઉ પણ ગારમેન્ટમાં પણ સોનું સંતાડીને લઇ જવામાં આવે છે અને તેને કસ્ટમ અધિકારીઓ દ્વારા પકડી પાડવામાં આવે છે.
આ પ્રકારે સોનું પકડાતા કસ્ટમ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ વિડીયોમાં તમે સ્પષ્ટ પણે જોઈએ શકો છો કે, કેવી રીતે પોતાના માથામાં વિગ પહેરીને સોનું છુપાવ્યું હતું. આ વિગમાંથી અંદાજે ₹12.14 લાખનું સોનું મળી આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.