નિયમોનું પાલન કરવાનું કહ્યું તો, સુરતના માથાભારેએ શાળાના વોચમેનને ઢીકે-પાટે માર્યો ઢોર માર- જુઓ LIVE વિડીયો

સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત(Surat)માંથી એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં કામરેજ(Kamaraj)ના કઠોર ગામે(kathor village) નજીવી બાબતે વોચમેન(Watchmen)ને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો CCTV વિડીયો સામે આવ્યો છે. ખાનગી શાળામાં વોચમેનની નોકરી કરતા વૃ્દ્ધને બાઇક ચાલક યુવકે દંડા અને લાત મારતો વીડિયો(Video) જોઈ લોકો પણ ચોકી ઉઠ્યા છે. બાઇક ચાલકને શાળાના ઇન-આઉટ ગેટ(In-out gate)ના નિયમનું પાલન કરવાની સલાહ આપતા માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ અંગે સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આવા લોકોને પોલીસ દ્વારા જાહેરમાં માર મારવામાં આવે છે તે અંગે જાગૃત થવું જોઈએ. ચોકીદાર પોતાનું કામ કરી રહ્યા હતા. શાળામાં પ્રવેશ અને બહાર નીકળવાના બંને દરવાજા છે. બાઇક સવારે ચોકીદારને આવવાના ગેટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા અટકાવીને નિયમો સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બાઇક સવાર યુવાને ચોકીદારને માર્યો હતો.

સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે, કેવી રીતે વૃદ્ધ ચોકીદારને નિર્દયતાથી મારવામાં આવી રહ્યો છે. લાકડીઓ અને લાતો દ્વારા મારીને ઇજા પહોંચાડી હતી. ઘટના બાદ ચોકીદારને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા ચોકીદારને માર મારતા સીસીટીવી વિડિયોના આધારે બાઇક સવાર યુવકની ઓળખ માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *