લખનૌ(Lucknow): યુપી(UP)ની રાજધાની લખનૌના પીજીઆઈ પોલીસ સ્ટેશન(Police station) વિસ્તારમાં મહિલાની લાશ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ખબર પડી કે લાશ મહિલા કોન્સ્ટેબલ રૂચી સિંહ(Female constable Ruchi Singh)ની છે. જે બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.
પોલીસનું કહેવું છે કે આ મામલો પ્રેમ પ્રકરણનો છે. મહિલા કોન્સ્ટેબલની ફેસબુક દ્વારા નાયબ તહસીલદાર સાથે મિત્રતા હતી. પોલીસ આ કેસમાં કડીઓ ઉમેરી ભેદ ઉકેલવામાં વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ મહિલા કોન્સ્ટેબલ 13 ફેબ્રુઆરીથી ફરજ પર પહોંચી ન હતી. આ પછી મહિલા કોન્સ્ટેબલના સાથીઓએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ રૂચિ સિંહનો ફોન સતત સ્વીચ ઓફ આવતો હતો. આ પછી, સહયોગીઓએ કેસ દાખલ કર્યો.
જણાવી દઈએ કે, મહિલા કોન્સ્ટેબલનો મૃતદેહ કાલી માતા વિસ્તારના નાળામાંથી મળી આવ્યો હતો. લખનૌના પીજીઆઈ પોલીસ સ્ટેશનની પોલીસે આ અંગેની માહિતી સુશાંત ગોલ્ફ પોલીસ સ્ટેશનને આપી હતી. આ પછી, કોન્સ્ટેબલ રુચિ સિંહ સાથે કામ કરતા સાથીઓ સ્થળ પર પહોંચ્યા અને તેઓએ લાશની ઓળખ કરી. આ સાથે જ પોલીસે બિજનૌરમાં મહિલા કોન્સ્ટેબલના પરિવારજનોને પણ જાણ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર મામલો પ્રેમ પ્રકરણનો છે. લેડી કોન્સ્ટેબલ રૂચીના લગ્ન થયા હતા. તેના લગ્ન કોન્સ્ટેબલ સાથે થયા હતા. હાલમાં તે કુશીનગરમાં પોસ્ટેડ છે. મળતી માહિતી મુજબ, પ્રતાપગઢના રાનીગંજમાં પોસ્ટ કરાયેલા નાયબ તહસીલદારે રૂચી સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતા કરી હતી. જે બાદ વાતચીત વધી હતી. બંને છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં હતા.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નાયબ તહસીલદાર પણ પરિણીત છે, પરંતુ મહિલા કોન્સ્ટેબલ તેમના પર લગ્ન માટે દબાણ કરી રહી હતી. પોલીસ આ કેસમાં આરોપી નાયબ તહસીલદારની પૂછપરછ કરી રહી છે. મળતી માહિતી મુજબ હત્યાની આશંકા છે. જો કે, લખનૌ પોલીસનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં જ રહસ્ય ઉકેલશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.