દિલ્હીની પેટાચૂંટણીમાં ખાલી પડેલી સીટ પર AAPની જીત, ભાજપના ઉમેદવારને 11 હજાર વોટથી હરાવ્યા

દેશની રાજધાની દિલ્હી(Delhi)માં આમ આદમી પાર્ટી(AAP)નું વર્ચસ્વ યથાવત છે. રાજેન્દ્ર નગર(Rajendra Nagar) વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 11 હજારથી વધુ મતોના અંતરથી જીત મેળવી…

દેશની રાજધાની દિલ્હી(Delhi)માં આમ આદમી પાર્ટી(AAP)નું વર્ચસ્વ યથાવત છે. રાજેન્દ્ર નગર(Rajendra Nagar) વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 11 હજારથી વધુ મતોના અંતરથી જીત મેળવી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર દુર્ગેશ પાઠક(Durgesh Pathak) 11555 મતોની લીડથી જીત્યા છે.

રાજેન્દ્ર નગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં ચૂંટાયા બાદ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. રાઘવ ચઢ્ઢાના રાજીનામાથી ખાલી થયેલી સીટ પર પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીતની હેટ્રિક લગાવી છે. અગાઉ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી.

રાજેન્દ્ર નગર બેઠકની પેટાચૂંટણીમાં વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ પૂરો જોર લગાવ્યું હતું. ભાજપે આ વખતે રાજેન્દ્ર નગરથી રાજેશ ભાટિયા પર દાવ લગાવ્યો હતો પરંતુ સફળતા મળી ના હતી. 2015, 2020ની વિધાનસભા ચૂંટણી બાદ હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારે પેટાચૂંટણીમાં જીત મેળવીને હેટ્રિક ફટકારી છે. કોંગ્રેસે પ્રેમલતાને તેના ઉમેદવાર બનાવ્યા હતા.

23મી જૂને મતદાન થયું હતું:
રાજેન્દ્ર નગર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીમાં 23 જૂને મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, 2020ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાઘવ ચઢ્ઢાએ જીત મેળવી હતી. તાજેતરમાં પંજાબ ચૂંટણીમાં જીત બાદ પાર્ટીએ તેમને પંજાબથી રાજ્યસભામાં મોકલ્યા હતા. રાજ્યસભામાં ચૂંટાયા બાદ રાઘવ ચઢ્ઢાએ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *