ઈન્દોર(Indore): ભંવરકુવા(Bhanwarkuwa) વિસ્તારની એક હોટલ(Hotel)માં યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા(Suicide) કરી લીધી હતી. આ ઘટના રવિવારે બપોરે પ્રકાશમાં આવી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે તેના ભાઈને વીડિયો કોલ(Video call) કર્યો હતો. તેણે પોતાના ભાઈની સામે જ હાથની નસ કાપી નાખી અને પછી ફાંસી લગાવી દીધી. યુવતીના લગ્ન 4 મહિના પહેલા થયા હતા. તેણે સોફ્ટવેર એન્જિનિયરિંગ(Software engineering)નો અભ્યાસ કર્યો.
ભંવરકુવા પોલીસ સ્ટેશનના ટીઆઈ સંતોષ દુધીના જણાવ્યા અનુસાર, યુવતી શનિવારે રાત્રે અગ્રસેન ઈન્ટરસેક્શન પર આવેલી વાઈન શોપની ઉપર હોટેલ વેનિસ બ્લુમાં રોકાઈ હતી. પોલીસને માહિતી મળી હતી કે, હોટલની નજીકના બિલ્ડિંગના લોકોએ હોટલના રૂમમાં યુવતીને લટકતી જોઈ હતી. હોટલના સ્ટાફે જણાવ્યું કે, યુવતી સવારથી રૂમમાંથી બહાર આવી નથી.
માહિતી મળતાં પહોંચેલી પોલીસે માસ્ટર કી વડે રૂમનો દરવાજો ખોલ્યો હતો. અંદર તે ફાંસી પર લટકતી મળી આવી હતી. રૂમમાં પણ ઘણું લોહી હતું. યુવતીની ઓળખ જગજીવન રામ નગરની રહેવાસી મોનિકા યાદવ (25) તરીકે થઈ છે. તે શનિવારે સવારે થોડીવારમાં પરત આવવાનું કહીને ઘરેથી નીકળી હતી. જ્યારે તે પરત ન ફરતાં પરિવારે રાત્રે એમઆઈજી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ, મોનિકા શનિવારે હોટલમાં રોકાઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આત્મહત્યા કરતા પહેલા તેણે 3 વાગે પોતાના ભાઈ નમનને ફોન કર્યો હતો. તેની સામે હાથની નસ કાપીને ફાંસી પર ઝૂલતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તેનું રેકોર્ડિંગ થઈ શક્યું નથી, પરંતુ તેમ છતાં પોલીસે મોબાઈલ જપ્ત કરી લીધો છે. માહિતી બાદ એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી.
ટીઆઈ સંતોષ દૂધી અનુસાર, મોનિકાએ સોફ્ટવેર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ચાર મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા. મોનિકાના પતિ ધીરજ યાદવ પ્રાઈવેટ સ્કૂલના સિક્યુરિટી ઈન્ચાર્જ છે. પોલીસના જણાવ્યા અનુસાર પરિવારની હજુ પણ પૂછપરછ ચાલી રહી છે. પોલીસને એવી માહિતી પણ મળી છે કે હોટલમાં અન્ય કોઈ વ્યક્તિએ મોનિકા માટે રૂમ બુક કરાવ્યો હતો. તેણે પોતાનું આઈડી પણ અહીં આપ્યું હતું. પોલીસ હવે તે વ્યક્તિને શોધી રહી છે. પોલીસે આ મામલે પરિવારજનોના નિવેદન પણ લીધા છે. પોલીસના જણાવ્યા અનુસાર મોનિકા વિશે વધુ માહિતી તેના મામા પક્ષના લોકોના નિવેદન બાદ બહાર આવશે. પોલીસે હોટલ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ મેળવી લીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.