સુરત(SURAT): શહેરમાં અવાર-નવાર અંગત અદાવતમાં ફાયરિંગ ની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે ફરીએક વખત કતારગામ વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગનીઓ ઘટના બની હતી. આ ઘટનાના કારણે રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પતિ-પત્નીના ઝગડામાં પતિએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
મળતી માહિતી અનુસાર, છેલ્લા 5 વર્ષથી પતિ અખિલેશ પત્નીને મુકીને કર્ણાટક ભાગી ગયો હતો. જેને કારણે કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ ચાલી રહ્યો છે. ત્યારે અખિલેશ ગઈકાલે કર્ણાટક થી સુરત આવ્યો હતો. અને ત્યાર બાદ મોડી રાત્રે પત્ની ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ તે પાછો કર્ણાટક ભાગી ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ત્રણ રાઉન્ડ ફાયરિંગ દરમ્યાન એક ગોળી પત્નીને વાગી ગઈ હતી. જેને કારણે પત્નીને ગોળી વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અખિલેશ ફાયરિંગ કરી કર્ણાટક ભાગી ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.