રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) દળો વચ્ચે યુદ્ધ ચાલુ છે. તે દરમિયાન, યુક્રેનની સેના(Army of Ukraine)એ દાવો કર્યો છે કે, તેઓએ યુદ્ધ દરમિયાન 800 થી વધુ રશિયન સૈનિકોને મારી નાખ્યા છે. યુક્રેનના રક્ષા મંત્રી હન્ના મલ્યાર અનુસાર, 7 રશિયન એરક્રાફ્ટ(Aircraft), 6 હેલિકોપ્ટર અને 30 ટેન્ક નષ્ટ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, યુક્રેનની સરકારે(Government of Ukraine) 18 થી 60 વર્ષની વયના પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ કેટલાક અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે, યુક્રેને તેના 10,000 નાગરિકોને લડાઇ માટે રાઇફલ્સ આપી છે. તે ઉપરાંત પ્રાપ્ય માહિતી અનુસાર રશિયા દ્વારા યુક્રેન પર કુલ 203 હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં 160 હુમલા મિસાઈલ દ્વારા અને 83 જમીન આધારિત ટાર્ગેટને હિટ કરવામાં આવ્યા હતા. રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 137 લોકો માર્યા ગયા છે, જ્યારે 316 લોકો ઘાયલ થયેલ છે.
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું -વિશ્વએ આપણને યુદ્ધમાં એકલા છોડી દીધા છે
શુક્રવારે સવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે કહ્યું કે દુનિયાએ આપણને યુદ્ધમાં લડવા માટે એકલા છોડી દીધા છે. તેમજ તેઓએ કહ્યું છે કે, તે કિવમાં છે અને રશિયન સેના ત્યાં ઘૂસી ગઈ છે. તેણે એમ પણ કહ્યું કે, આ રશિયનોનો પહેલો ટાર્ગેટ એક જ છે અને બીજો ટાર્ગેટ તેમનો પરિવાર છે.
રશિયામાં 1,700 વિરોધીઓની ધરપકડ:
યુક્રેન પર થયેલા હુમલાના વિરોધમાં રશિયાના વિવિધ શહેરોમાં પ્રદર્શન થઈ રહ્યા છે. રશિયન પોલીસે યુક્રેન વિરુદ્ધ હુમલાનો વિરોધ કરી રહેલા 1,700 પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે.
બાયડેનને કહ્યું- યુક્રેનમાં સેના નહીં મોકલે
યુક્રેન પર હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનને રશિયા પર વધુ કડક પ્રતિબંધો લાવવાની જાહેરાત કરી છે. બાયડેનને કહ્યું કે, પુતિન આક્રમક છે અને તેણે યુદ્ધ પસંદ કર્યું. હવે તે અને તેનો દેશ આ હુમલાનું પરિણામ ભોગવશે. તેમજ બાયડેનનું કહેવું છે કે, વિશ્વના મોટાભાગના દેશો રશિયાની વિરુદ્ધ છે. જોકે, બિડેને સ્પષ્ટ કર્યું હતું કે તે પોતાની સેના યુક્રેન નહીં મોકલે.
જો કે, બાયડેનને કહ્યું છે કે, તે નાટો દેશોની જમીનનો એક ઇંચ પણ બચાવ કરશે. અમે સાથે મળીને G-7 દેશો રશિયાને જવાબ આપીશું. VTB સહિત 4 વધુ રશિયન બેંકો પર પ્રતિબંધો લગાવવામાં આવશે. બાયડેનનું કહેવું છે કે, મારી રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરવાની કોઈ યોજના નથી. તે ભૂતપૂર્વ સોવિયત સંઘને પુનઃસ્થાપિત કરવા માંગે છે. તેમજ લાગી રહ્યું છે કે, તેની મહત્વાકાંક્ષાઓ આ ક્ષણે આપણે જ્યાં છીએ તેની બરાબર વિરુદ્ધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.