લોકોને નવજીવન આપનાર ડોકટરોને(Doctor) ભગવાન સમાન ગણવામાં આવે છે, પરંતુ ક્યારેક તેઓની લાપરવાહી કોઈનો જીવ લેતી હોય છે. એવી જ એક ચોકાવનારી ઘટના મધ્યપ્રદેશના (Madhya Pradesh) ગ્વાલિયરમાંથી (Gwalior) સામે આવી છે. આ ઘટનામાં ડોકટરે એક મહિલાને મૃત જાહેર કરી હતી. મળતી માહિતી અનુસાર આ મામલો ગ્વાલિયરની જયરોગ્ય હોસ્પિટલનો (Jayarogya Hospital) છે.
બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશના મહોબાના ઉમરાઈ(Umrai) ગામમાં રહેતી 31 વર્ષની જામવતીનો અકસ્માત(Accident) થયો હતો. ત્યારબાદ હરપાલપુરના(Harpalpur) ડોકટરોએ તેને ઝાંસી(Jhansi) મોકલી હતી. ત્યાં ખાનગી હોસ્પિટલમાં(Private hospital) સારવાર ચાલી અને પછી ગ્વાલિયર રિફર કરવામાં આવી હતી.
મળેલ માહિતી મુજબ ગુરુવારે રાત્રે તે મહિલાને ગ્વાલિયરની જયરોગ્ય હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે સાંજે લગભગ 4.30 વાગે ડોક્ટરે જણાવ્યું કે જામવતીનું નિધન થયું છે. તે ડોકટરે પરિવારના સભ્યોને મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે માર્ચુરી લઈ જવા કહ્યું. આ દરમિયાન જ્યારે જામવતીના પતિ નિરપત સિંહ રાજપૂતે તેની છાતી પર હાથ મૂક્યો ત્યારે તેનું હૃદય ધડકતું હતું. તેણે મહિલાને તેના પરિવારના સભ્યો સાથે સ્ટ્રેચર પર બેસાડી અને પછી તેને ટ્રોમા સેન્ટરમાં લઈ ગયો. ત્યારે ત્યાં ખુબ જ હંગામો થયો હતો.
ત્યાર પછી મહિલાની સારવાર ફરીથી શરુ કરવામાં આવી હતી. જયરોગ્ય હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રવક્તા બલેન શર્માએ જણાવ્યું કે ટ્રોમા સેન્ટરના ઈન્ચાર્જ ડૉ. અરિક્ષ મિશ્રા દર્દીની સ્થિતિ જોવા ગયા હતા. હવે કંઈ કહી શકાય તેમ નથી. મેડિકલ હેલ્થ મિનિસ્ટર વિશ્વાસ સારંગે આ મામલે તપાસ કરવાની ખાતરી આપી છે. હાલ તો મહિલા ટ્રોમા સેન્ટરમાં સારવાર હેઠળ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.