દીકરાએ પૂરું કર્યું મજુરીકામ કરતા પિતાનું સપનું, હેલિકોપ્ટરમાં ઘરે લાવ્યો દુલ્હન

રાજસ્થાન (Rajasthan)માં અનોખી રીતે દુલ્હન(bride) લાવવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. ધોલપુર (Dholpur)નો વર તેની કન્યાને લેવા માટે હેલિકોપ્ટર(Helicopter) દ્વારા તેના સાસરે પહોંચ્યો હતો.…

રાજસ્થાન (Rajasthan)માં અનોખી રીતે દુલ્હન(bride) લાવવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. ધોલપુર (Dholpur)નો વર તેની કન્યાને લેવા માટે હેલિકોપ્ટર(Helicopter) દ્વારા તેના સાસરે પહોંચ્યો હતો. મજૂર(Labor) પિતાનું સપનું હતું કે તેમનો દીકરો તેની વહુને હેલિકોપ્ટરથી ઘરે લઈ આવે.

મજુરી કામ કરતા પિતાના પુત્રએ પિતાની ઈચ્છા પૂરી કરવા માટે હેલિકોપ્ટર બુક કરાવ્યું અને સરમથુરા સબડિવિઝન (Saramathura subdivision)ના મીનેશ ભગવાન મંદિર(Minesh Bhagwan Temple) પાસે હેલિપેડ(Helipad) બનાવ્યું. ગામમાં લેન્ડ થયેલા હેલિકોપ્ટરને જોવા લોકો એકઠા થયા હતા.

આ દરમિયાન એસસી કમિશનના પ્રમુખ અને બેસદીના ધારાસભ્ય ખેલાડી લાલ બૈરવા પણ હેલિકોપ્ટરમાં બેસીને જાનૈયા બની ગયા હતા. તેમણે વર-કન્યાને આશીર્વાદ આપ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી. વરરાજા મહેન્દ્ર સિંહ મીણા ઉમરેહ ગામનો રહેવાસી છે, જે મધ્યપ્રદેશના પન્નામાં બીજા ધોરણમાં શિક્ષક તરીકે કામ કરે છે. વરરાજા જાન સાથે કસૌટી ખેડા પહોંચતા જ લોકો વરરાજાને આવકારવા માટે ત્યાં એકઠા થઈ ગયા હતા.

વરરાજા મહેન્દ્ર સિંહે જણાવ્યું કે તેના પિતાને સપનું આવ્યું કે જાન હેલિકોપ્ટર દ્વારા દુલ્હનના ઘરે પહોંચે. વ્યવસાયે મજૂર રાધેલાલે જણાવ્યું કે, તેમના પુત્રના કારણે આજે તેમનું સપનું સાકાર થયું છે. રાધેલાલ પાસે લગભગ 6 વીઘા જમીન છે, રાધેલાલને ત્રણ દીકરીઓ અને બે દીકરા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *