ભૂતપૂર્વ નાણામંત્રી અને ભાજપના નેતા અરૂણ જેટલીનો દેહ રવિવારે પૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના પરિવારજનો, ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં નિગમબોધ ઘાટ ખાતે પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો હતો. તેમના પુત્ર રોહને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે તેમના દેહને મુખાગ્ની આપ્યો હતો.
યમુના નદીના કિનારે નિગમબોધ ઘાટ ખાતે ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીને અંતિમ વિદાય આપવા માટે હજારો કાર્યકરો ઉમટી પડયા હતા. અંતિમ ક્રિયા પૂર્વે રાજકીય સન્માન સાથે અરૂણ જેટલીને ગન સેલ્યુટ અપાઈ હતી.
66 વર્ષીય જેટલીનું એઈમ્સ ખાતે લાંબી બીમારી બાદ શનિવારે નિધન થયું હતું. અરૂણ જેટલીનું સ્વાસ્થ્ય કથળતાં તેમને 9મી ઓગસ્ટે એઈમ્સ ખાતે દાખલ કરાયા હતા. જોકે, 24મીને શનિવારે બપોરે 12.07 ક્લાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાર બાદ તેમના મૃતદેહને કૈલાશ કોલોની ખાતેના તેમના નિવાસ સ્થાને લઈ જવાયો હતો.
પક્ષીય રાજકારણથી ઊપર ઉઠી વિરોધ પક્ષના અનેક નેતાઓએ પણ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, આપ નેતા સંજય સિંહે જેટલીના કૈલાશ કોલોની ખાતેના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ રામાનથ કોવિંદ પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમના નિવાસે પહોંચ્યા હતા.
વાજપેયીજીએ નહેરૂના અવસાન વખતે લખેલી કવિતાનું વાજપેયીના અવસાન બાદ જેટલીએ વાંચન કર્યું હતું
एक सपना था जो अधूरा रह गया, एक गीत था जो गूँगा हो गया, एक लौ थी जो अनन्त में विलीन हो गई।
सपना था एक ऐसे संसार का जो भय और भूख से रहित होगा, गीत था एक ऐसे महाकाव्य का जिसमें गीता की गूँज और गुलाब की गंध थी।
लौ थी एक ऐसे दीपक की जो रात भर जलता रहा, हर अँधेरे से लड़ता रहा और हमें रास्ता दिखाकर, एक प्रभात में निर्वाण को प्राप्त हो गया।
એક ગીત થા જો ગુંગા હો ગયા
એક લૌ થી જો અનંત મેં વિલીન હો ગઇ
લેકીન ક્યા યે જરૂરી થા
કી મોત ઈતને ચોરી છીપે આતી ?
ભારત માતા આજ શોકમગ્ન હૈ
ઊસકા સબસે લાડલા રાજકુમાર હો ગયા
માનવતા આજ કીન વંદના હૈ
ઊસકા પૂજારી સો ગયા
જલ જલ કી આંખ કા તારા ટૂટ ગયા
યમલા કા પાત હો ગઇ