પીએમ મોદી માટે હાર્દિકે ઉચ્ચાર્યા અપશબ્દો, કહ્યું, ‘દિલ્હીમાં બેઠો છે યમરાજ’

Published on: 6:14 am, Fri, 10 May 19

મધ્યપ્રદેશના ઝબુઆ જિલ્લામાં એક ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પ્રધાનમંત્રી મોદી માટે અપશબ્દો ઉચ્ચાર્યા છે. હાર્દિકે કહ્યું કે દિલ્હીમાં યમરાજ બેઠેલો છે. જનસભા બાદ પ્રેસ કોન્ફરન્સમાં યમરાજ નું નામ પૂછવામાં આવ્યું તો હાર્દિકે કહ્યું કે એ યમરાજ ખેડૂતોને મારવા વાળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે.

હાર્દિક પટેલે કહ્યું કે દેશમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીના પાંચ માં ચરણમાં આ દેશની જનતાએ નિશ્ચિત કરી લીધું છે કે 2019 માં કોંગ્રેસને સત્તામાં લાવશે, આજ કારણે પીએમ મોદીના મોઢેથી હસી ખોવાઈ ગઈ છે.

હાર્દિકે દાવો કર્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નો કેવળ દેશના પ્રધાનમંત્રી બનશે પરંતુ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી થી એક સીટ વધુ જીતશે.

પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પર દેશની જનતાને વિશ્વાસ છે. કોંગ્રેસના પ્રત્યે દેશનો વિશ્વાસ જોઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખથી હસી ગાયબ થઈ ગઈ છે. હાર્દિકે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી મુદ્દાથી ભટકાવવા માટે દેશની જનતાને ભ્રમિત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.