ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર ફરી એકવખત તેના વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચામાં આવી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓના નિધન અંગે પ્રજ્ઞાએ કહ્યું કે, આ તમામ લોકોના મૃત્યુ પાછળ વિપક્ષનો હાથ છે, તેઓ પાર્ટીના નેતાઓ પર તાંત્રિક ક્રિયાનો પ્રયોગ કરી રહ્યા છે. પ્રજ્ઞા સોમવારે રાજ્યના ભાજપ કાર્યાલયમાં પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ બાબુ લાલ ગૌરની શ્રદ્ધાંજલિ સભાને સંબોધી રહ્યા હતા.
એક મહારાજાએ મને તાંત્રિક ક્રિયા વિશે જણાવ્યું હતું- પ્રજ્ઞા પ્રજ્ઞાના કહ્યાં પ્રમાણે, કપરો સમય આવી ગયો છે. જ્યારે હું લોકસભાની ચૂંટણી લડી રહી હતી, તે વખતે એક મહારાજજી મારી પાસે આવ્યા હતા. તેમણે કહ્યું કે, તમે તમારી સાધનાને બંધ કે ઓછી ન કરતા. સાધનાનો સમય વધારતા રહો . વિપક્ષ એક એવું કાર્ય કરી રહ્યો છે, એવી મારણ શક્તિનો ઉપયોગ કરી રહ્યો છે. જેનાથી ભાજપને નુકસાન થઈ શકે છે. જે નિશ્વિત રીતે ભાજપના કર્મઠ, યોગ્ય એવા લોકો પર અસર કરશે,જે ભાજપને સંભાળી રહ્યા છે.
નિવેદનને રાજકીય ચશ્માથી ન બતાવોઃ રાકેશ સિંહઃ સભામાં રાજ્યના ભાજપ અધ્યક્ષ રાકેશ સિંહ, સાંસદ પ્રભાત ઝા, કૈલાશ વિજયવર્ગીય, નેતા પ્રતિપક્ષ ગોપાલ ભાર્ગવ સહિત રાજ્યના તમામ વરિષ્ઠ નેતા હાજર રહ્યા હતા. રાકેશ સિંહે કહ્યું કે, પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનને રાજકીય ચશ્માથી ન બતાવવું જોઈએ.