જીતુ વાઘાણીના પુત્ર પછી એની એજ કોલેજમાં RSS નેતાનો પુત્ર ચોરી કરતો ઝડપાયો- અહીં વાંચો વધુ

Published on Trishul News at 12:10 PM, Sat, 11 May 2019

Last modified on May 11th, 2019 at 12:15 PM

ભાજપ અને રાષ્ટ્રિય સ્વંસેવક સંઘના નેતાઓએ વિશ્વવિદ્યાલયો સામે આત્મહત્યા કરી લેવી પડે એવી સ્થિતીનું નિર્માણ થયું છે. હિન્દુ સંસ્કૃતિની વાતો કરતી આ બન્ને રાજકીય સંસ્થાઓના નેતાઓના સંતાનો ભાવનગર વિશ્વ વિદ્યાલયમાં ચોરી કરતાં પકડાતાં હવે આ સંસ્થાઓ બેશરમીની હદ વટાવી રહી છે.

મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીની કોલેજમાંથી સંઘના વિભાગ સરકાર્યવાહનો પુત્ર પણ પરીક્ષા ચોરી કરતો પકડાયો છે. પરીક્ષામાં એમ.કોમ. પાર્ટ-1ની પરીક્ષામાં સોમવારે તુષાર વ્યાસ નામનો વિદ્યાર્થી ઘરેથી લખીને લાવેલી ઉત્તરવહી સાથે ઝડપાતાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તુષાર વ્યાસ રા.સ્વ.સંઘના વિભાગ સરકાર્યવાહક મહેશ વ્યાસનો પુત્ર હોવાથી ભીનું સંકેલવા માટે ભાજપ અને સંઘ પરિવારના અગ્રણીઓએ દિવસભર દોડધામ કરી હતી.

પકડાયેલ તુષાર વ્યાસ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે એમ.જે.કોમર્સ કોલેજમાં જ ફરજ બજાવતો હોવાનું જાણવા મળે છે. રેગ્યુલર પરીક્ષામાં તેણે સુપરવિઝન પણ કર્યું હતું. વિઝિટિંગ ફેકલ્ટી હોવાના કારણે સપ્લિમેન્ટ્રી મેળવીને ઘરેથી જ તેમાં જવાબો લખીને લાવ્યો હતો.

આ સમગ્ર ઘટના દર્શાવે છે કે ભાવનગર યુનિવર્સિટીમાં કેટલી હદે ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે.  લાલિયાવાડી અને લાગતાં-વળગતાંઓની મનમાની ચાલી રહી છે. ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં RSSના કાર્યકર્તાઓને ઉપકુલપતિ પદે અને કુલપતી પદે ભાજપે સંધના કહેવાથી બેસાડી દીધા છે. ત્યાં જ આવી અનૈતિક બાબતો બહાર આવી છે, અત્યાર સુધી સંઘના આ કાર્યકરો ભ્રષ્ટાચાર અને વ્યભિચારમાં રત હતા હવે તેમના સંતાનો પરીક્ષામાં ચોરી કરતાં પકડાઈ રહ્યાં છે.

સંઘના સ્વંસેવક અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીનો પૂત્ર પણ ઝડપાયો હતો

થોડાક સમય અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર પરીક્ષામાં ચોરી કરતાં ઝડપાયો ત્યારે ભારે હોહા મચી ગઈ હતી. જેથી વાઘાણી ભારે શર્મસાર થયા હતા અને પુત્રની પરીક્ષાથી બાકાત રાખવાની જાહેરાત કરવી પડી હતી.

ભાવનગર યુનિવર્સિટીની પરીક્ષામાં પકડાયો જીતુ વાઘાણીનો દીકરો, મીત જીતુ વાઘાણી. તે કરતો હતો પરીક્ષામાં કોપી. તેની પાસેથી 27 ચીઠ્ઠી કે ચોરીની કોપી પાસેથી પકડાઈ . જીતુ વાઘાણીના દિકરાનો સીટ નંબર 2121066 હતો. ભાવનગરની એમ. જે. સીસી કોમર્સ કોલેજમાથી પકડાયો.

ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો પુત્ર મિત બીસીએની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો હોવાની ચર્ચાઓ છે, જીતુ વાઘાણીએ તેમના ફેસબુક એકાઉન્ટમાં તેમના નામ આગળ ચોકીદાર લખીને મોદીના મે ભી ચોકીદાર મિશનને આગળ વધાર્યું છે, ત્યારે હવે તેમનો પુત્ર ચોરી કરતા ઝડપાઇ ગયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે, મિત ભાવનગર યુનિવર્સિટીની બીસીએની પરીક્ષામાં કોપી કરતો હોવાની ચર્ચા છે, બપોરે અંદાજે 12.40 વાગ્યે કોપી કેસ થયા પછી ભાજપનું સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે અને યુનિવર્સિટી સત્તાધીશોએ ભેદી મૌન ધારણ કરીને મીડિયાને પ્રવેશબંધી ફરમાવી દીધી હતી

ભાવનગરની એમ.જે.કોમર્સ કોલેજમાં બી.સી.એના બીજા સેમિસ્ટરની પરીક્ષા દરમિયાન કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર વાટલિયા દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું, ત્યારે મિત પાસેથી 27 જેટલી કાપલીઓ પકડાઈ હોવાનું સામે આવ્યું છે, દબાણ છંતા પ્રિન્સિપાલે તેની સામે કોપી કેસ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે, નોંધનિય છે કે જીતુ વાઘાણી સામે અગાઉ ચેક રિટર્ન કેસ થઇ ચુક્યો છે બાદમાં રાહુલ ગાંધી પરના સ્તન પાનના નિવેદન મામલે પણ તેમની સામે હોબાળો થયો હતો અને તેમને માફી માંગવી પડી હતી, અને હવે ફરી એક વખત તેમના દિકરાને લઇને તેઓ વિવાદમાં આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "જીતુ વાઘાણીના પુત્ર પછી એની એજ કોલેજમાં RSS નેતાનો પુત્ર ચોરી કરતો ઝડપાયો- અહીં વાંચો વધુ"

Leave a comment

Your email address will not be published.


*