રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના(Russian President Vladimir Putin) માથા પર વિશ્વમાં સૌથી શક્તિશાળી બનવાનું ઝનૂન છે. હાલ યુક્રેન(Ukraine) અને રશિયા(Russia) વચ્ચે ચાલી રહેલા તણાવથી આખું વિશ્વ ચિંતિત છે, પરંતુ પુતિનને કોઈ વાંધો નથી અને તેઓ પીછેહઠ કરવા તૈયાર નથી. યુદ્ધને(War) કારણે રશિયાની આર્થિક સ્થિતિ બગડી શકે છે, પરંતુ તેનાથી ખુદ વ્લાદિમીર પુતિનના આર્થિક સ્વાસ્થ્ય પર કોઈ ફરક નહીં પડે કારણ કે તેમની પાસે અઢળક સંપત્તિ(Abundant wealth) છે.
જાણવા મળ્યું છે કે, વ્લાદિમીર પુતિનની પાસે સમગ્ર રશિયામાં અગણિત મિલકતો છે. જો કે તેની સંપત્તિનો કોઈ ચોક્કસ આંકડો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે વિશ્વના સૌથી અમીર લોકોમાંથી એક છે. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પોલીસ ટેસ્લાના માલિક એલોન મસ્ક અને એમેઝોનના માલિક જેફ બેઝોસ કરતાં પણ વધુ સંપત્તિ છે.
મળેલી માહિતી અનુસાર વ્લાદિમીર પુતિનને રશિયન રાષ્ટ્રપતિ તરીકે દર વર્ષે 100,000 પાઉન્ડ એટલે કે ભારતીય ચલણમાં લગભગ 1,01,43,443 રૂપિયાનો પગાર મળે છે, પરંતુ તેમની સંપત્તિ આ પગાર કરતાં ઘણી વધારે છે. પોતાના 17 વર્ષના કાર્યકાળમાં પુતિન પાસે પોતાના માટે ઘણા ઘરો, યાટ્સ, લક્ઝરી કાર છે. રશિયન રાજકીય વિવેચક બોરિસ નેમત્સોવના જણાવ્યા અનુસાર, પુતિન પાસે 4 યાટ, 43 વિમાન, 7000 કાર અને 15 હેલિકોપ્ટર છે.
એક રીપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, તેમની કારમાં બુલેટપ્રૂફ લિમોઝીન કાર પણ સામેલ છે, જેની કિંમત $192 મિલિયન છે. પુતિન મોંઘી ઘડિયાળોના પણ શોખીન છે અને તેમની પાસે 5 લાખ પાઉન્ડની ઘડિયાળો છે. કાળા સમુદ્રની નજીક ગેલેન્ઝિકમાં પુતિનનો એક ગુપ્ત મહેલ પણ છે, જેની કિંમત 1 અબજ પાઉન્ડ છે. પુતિનના વિપક્ષી નેતા એલેક્સી નાવેલીનીની ટીમે દાવો કર્યો છે કે તેમની પાસે તેમના મહેલની તમામ તસવીરો છે. બોરિસ નેમત્સોવે એવો પણ દાવો કર્યો છે કે પુતિનના એક જેટમાં તેમના માટે સોનાનું ટોયલેટ બનાવવામાં આવ્યું છે.
બિલ બ્રોવરના જણાવ્યા અનુસાર, પુતિને 2003માં રશિયાના સૌથી ધનિક વ્યક્તિ મિખાઇલ ખોડોરકોવસ્કીને છેતરપિંડીના આરોપમાં જેલમાં ધકેલી દીધા હતા. જાણવા મળ્યું છે કે, તેમની સંપત્તિ 11 અબજ પાઉન્ડ હતી. આ ઘટના બાદ પુતિને રશિયાના તમામ ઉદ્યોગપતિઓને તેમની સંપત્તિનો 50 ટકા આપીને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા કહ્યું હતું. તમામ સંપત્તિ ગુમાવવાના ભયે ઉદ્યોગપતિઓને તેમની શરત સ્વીકારી લીધી અને પુતિનની સંપત્તિમાં વધારો થયો. 2017 માં, બ્રાઉરે યુએસ સેનેટ ન્યાયિક સમિતિ સમક્ષ સ્વીકાર્યું કે પુતિન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.