બુટલેગરે દારૂની તસ્કરી કરવા અપનાવી ‘પુષ્પા’ સ્ટાઈલ, નીચે દારૂ અને ઉપર કેમિકલ ભર્યું- જુઓ કેવી રીતે ખુલી ગઈ પોલ

હાલ યુપીમાં(UP) ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી(Assembly elections) વચ્ચે પોલીસને(Police) ચકમો આપવા માટે દારૂની દાણચોરી કરનાર(Alcohol smuggler) દરેક રીત અપનાવી રહ્યા છે. જેથી તકનો લાભ ઉઠાવીને તેઓ પોતાનો માલ ખર્ચ કરી શકે. તાજેતરના આ કિસ્સામાં, દારૂના દાણચોરોએ આ વખતે હાલમાં જ રિલીઝ થયેલી દક્ષિણની પ્રખ્યાત ફિલ્મ(The famous film of the South) પુષ્પાની(Pushpa) પદ્ધતિ અપનાવી છે. મળેલ માહિતી અનુસાર ટેન્કરને અંદરથી બે ભાગમાં વહેંચી દીધા બાદ આરોપીઓએ એકમાં કેમિકલ અને બીજામાં દારૂની પેટીઓ ભરી હતી.

એક રીપોર્ટ અનુસાર, પોલીસને પૂર્વાંચલના જિલ્લાઓમાં એક ટેન્કરમાં છુપાયેલ દારૂની દાણચોરીના સમાચાર મળ્યા હતા. ટેન્કર ISBT અને ટ્રાન્સપોર્ટ નગરની આસપાસ હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દાણચોરીનો પર્દાફાશ થયા બાદ પોલીસે ટેન્કર ચાલક સહિત અન્ય આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મુઝફ્ફરનગરના કુલદીપ અને હરિયાણાના રોહતક જિલ્લાના રહેવાસી નેપાલ સિંહનો સમાવેશ થાય છે.

આરોપીઓના જણાવ્યા અનુસાર, આ બધું તેઓ કોઈ રાજવીર અને અનિલ શર્મા માટે કરે છે. પહેલા તો ડ્રાઈવર નેપાલ સિંહે કહ્યું કે ટેન્કરમાં શું છે તેની તેને ખબર નથી. દરમિયાન તેના ભાગીદાર કુલદીપે જણાવ્યું કે ટેન્કરમાં કેમિકલ ભરેલું હતું. તેણે પોલીસને એક બિલ બતાવ્યું જે સિમેન્ટ હાર્ડનર કેમિકલના નામે બનેલું હતું. જે બાદ પોલીસે પોતાની રીતે ટેન્કરની તલાશી લીધી તો તેમાં ત્રણ ડબ્બા જોવા મળ્યા. એક ભાગમાં કેમિકલ ભરેલું હતું, બીજા બે ભાગમાં દારૂની હેરાફેરી કરવામાં આવી હતી.

જયારે પોલીસ દ્વારા કડક રીતે પૂછપરછ કરવામાં આવી તે દરમિયાન પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે તેમને ટેન્કરમાં દારૂની હેરાફેરી કરવાનો આ આઈડિયા પુષ્પા ફિલ્મથી આવ્યો હતો. તે હરિયાણાના હિસાર જિલ્લામાંથી દારૂ લાવ્યો હતો. જેને પૂર્વાંચલ, ગોરખપુર અને બલિયા જિલ્લામાં પહોચાડવાનું હતું. મળેલ માહિતી અનુસાર પૂર્વાંચલમાં છઠ્ઠા અને સાતમા રાઉન્ડના મતદાન પહેલા દારૂની માંગ વધી ગઈ છે. આ કાર્યવાહીમાં હરિયાણામાં બનેલી ગેરકાયદેસર દારૂની 360 પેટીઓ, દેશી દારૂના કેટલાક રેપર, 75 બારકોડ અને કેટલીક વસ્તુઓ મળી આવી છે. હાલ તો પોલીસે અન્ય આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે. તેમજ મુખ્ય આરોપીની શોધમાં દરોડા પાડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *