પાછા પડે એ બીજા! યુક્રેનીઓ યુદ્ધમાં ટકી રહેવા દારૂની બોટલમાં પેટ્રોલ ભરીને તૈયાર કરી રહ્યા છે વિસ્ફોટક બોમ્બ

Russia-Ukraine war: યુક્રેનમાં તબાહી મચાવી રહેલા રશિયન સૈનિકોને જવાબ આપવા સામાન્ય યુક્રેનિયન નાગરિકો પણ મેદાનમાં છે. યુવાનોએ હાથમાં બંદૂક લીધી છે અને યુક્રેનિયનો પણ વિદેશથી પરત ફરી રહ્યા છે, જેથી તેઓ આ મુશ્કેલ સમયમાં તેમના દેશને ટેકો આપી શકે. તે જ સમયે, યુક્રેનની સરકારે દેશવાસીઓને રશિયન સેનાનો સામનો કરવા માટે મોલોટોવ કોકટેલ પેટ્રોલ બોમ્બ(Molotov cocktail petrol bomb) બનાવવાની વિનંતી કરી છે. તેને જોતા હવે પશ્ચિમ યુક્રેનના મુખ્ય શહેર લ્વિવ(Lviv)માં વાઈન કંપની(Wine Company)માં બોમ્બ બનાવવામાં આવી રહ્યા છે.

કેવી રીતે ઉપયોગ કરવો તે પણ જણાવ્યું:
રશિયન સેનાના જવાબમાં Pravda Breweryના કર્મચારીઓએ બીયરને બદલે મોલોટોવ કોકટેલ બોમ્બ બનાવવાનું શરૂ કર્યું છે. લ્વિવ એ યુક્રેનનું એક ઐતિહાસિક શહેર છે, જે પોલેન્ડની સરહદ નજીક આવેલું છે. આ શહેરના લોકોને ડર છે કે રશિયન ટેન્કો અહીં ઘૂસીને તેનો નાશ કરી શકે છે. મોલોટોવ કોકટેલ પેટ્રોલ બોમ્બનો ઉપયોગ કેવી રીતે થાય છે? કંપનીના કર્મચારીઓ પણ આ વિશે જણાવી રહ્યા છે.

પહેલા પણ બનાવી ચુકી છે કંપની:
મોલોટોવ કોકટેલ પર બોલતા, Pravda Breweryના કર્મચારીએ કહ્યું કે કપડાં બરાબર ભીંજાય તેની રાહ જોવી પડશે. જ્યારે તે ભીનું થઈ જાય, ત્યારે સમજી લો કે મોલોટોવ કોકટેલ તૈયાર છે. આ પછી કર્મચારીએ આ કપડું પેટ્રોલના મિશ્રણથી ભરેલી બિયરની બોટલની અંદર નાખ્યું. Pravda Breweryના માલિક Yuriy Zastavnyએ મોલોટોવ કોકટેલ પેટ્રોલ બોમ્બ વિશે વાત કરતા કહ્યું, ‘અમે આ એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે કોઈએ કરવું પડશે. અમારી પાસે આવડત છે. અમે 2014 માં સડક ક્રાંતિમાંથી પસાર થયા હતા.

આ રીતે આવ્યો આઈડિયા:
કંપનીના માલિકે વધુમાં જણાવ્યું કે, આ બોમ્બ બનાવવાનો વિચાર તેમને એક કર્મચારી તરફથી આવ્યો હતો. તેમના ઘણા કર્મચારીઓએ વર્ષ 2014ની ક્રાંતિમાં ભાગ લીધો હતો. યુરી ઝાસ્તાવનીએ આ કિવના પશ્ચિમ તરફી બળવોના સંદર્ભમાં કહ્યું જેણે ક્રેમલિન સમર્થિત શાસનને ઉથલાવી દીધું. તેણે કહ્યું કે પછી અમે મોલોટોવ કોકટેલ બનાવી અને આજે પણ અમે તેને આપણા દેશની સુરક્ષા માટે તૈયાર કરી રહ્યા છીએ. નોંધનીય છે કે, ગુરુવારે રશિયાએ યુક્રેન સાથે યુદ્ધની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *