ગુજરાતની ભાજપ સરકારે ઉધોગપતિઓને આપી દીધી બે અમદાવાદ ઉભા થઇ જાય એટલી ગૌચર/રિઝર્વેશન જમીન

ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય(Industrial state) છે અને તેમાં કોઈ પણ પ્રકારની શંકાને સ્થાન નથી પરંતુ એવા સમયે જ્યારે ઉદ્યોગો પાછળ રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં જોવામાં આવે તો ગૌચર, ખરાબા, પડતર એમ મળીને 1038 ચોરસ કિલોમીટર જમીન ઉદ્યોગોને ફાળવી દેવામાં આવી છે અથવા વેચી દેવામાં આવી છે. આ જમીનનું કુલ કદ અમદાવાદ(Ahmedabad) જેવા બે શહેરો ઉભા થઇ જાય એવડું છે. જોવા જઈએ તો અમદાવાદ શહેરનું ક્ષેત્રફળ 2021માં નવા ભાગ ભળવાને કારણે હવે 530 ચોરસ કિલોમીટર છે. હાલમાં શહેરમાં આટલા મોટા વિસ્તારમાં 70 લાખ લોકો રહે છે અને રોજીરોટી મેળવી રહ્યા છે. તો બે વર્ષમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર અમદાવાદના વધુ બે શહેર ચોક્કસપણે વસાવી શકાય!

વિધાનસભામાં એક લેખિત જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં 1,038 ચોરસ કિલોમીટર ગૌચર અને સરકારી જમીન ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી છે. બજેટ સત્ર દરમિયાન એક પ્રશ્નના જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કુલ 103 કરોડ 80 લાખ 73 હજાર 183 ચોરસ મીટર સરકારી જમીન, પડતર અને ચરાઈની જમીન ભાડે અથવા વેચાણ દ્વારા ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ કરાયેલા આંકડા મુજબ 103,29,35,124 ચોરસ મીટર સરકારી જમીન વેચવામાં આવી છે અથવા ભાડાપટ્ટે આપવામાં આવી છે. સરકારે લ્હાણીમાં 18 લાખ ચોરસ મીટરથી વધુ ગૌચર જમીન આપવાનું પણ સ્વીકાર્યું છે. છેલ્લા બે વર્ષમાં વેચાયેલી જમીનનો અંદાજિત જથ્થો ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદના કદ કરતાં બમણો છે. તાજેતરના સીમાંકન બાદ અમદાવાદ શહેરનો કાર્પેટ એરિયા 530 ચોરસ કિલોમીટર હતો, એટલે કે ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ કરતાં બમણી જમીન આપી છે.

આ જમીનોના જિલ્લાવાર આંકડાઓ પર નજર કરીએ તો કચ્છ જિલ્લામાં સૌથી વધુ 95 કરોડ 65 લાખ ઉદ્યોગપતિઓને જમીન આપવામાં આવી છે. જોકે, કચ્છ જિલ્લાનો આ આંકડો માત્ર સરકારી જમીન ભાડે આપવા કે વેચવાનો છે. સરકાર દ્વારા કચ્છ માટે આપવામાં આવેલી બંજર અને ચારાની જમીનની વિગતો જાહેર કરવામાં આવી નથી.

આ અહેવાલ બાદ કોંગ્રેસે સરકારને ઘેરી અને આરોપ લગાવ્યો કે ગુજરાતમાં ભાજપ સરકારે 50-100 ચોરસ મીટર જમીન ગરીબોને આપી નથી અને અહીં પોતાના મળતિયાઓને જમીનું પધરાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *