કદાચ જ કોઈ ભારતીય એવું હશે જે રવીશ કુમારને નહી ઓળખતા હોય. રવીશકુમાર પોતાના નીડર અને તટસ્થ પત્રકારત્વથી વર્ષોથી ભારત માં સેવા આપી રહ્યા છે. તેઓના સચોટ અને સ્પષ્ટ પત્રકારત્વને કારણે તેમને મેગ્સેસે એવોર્ડ મળી ચૂક્યો છે. જે પત્રકારત્વની દુનિયામાં નોબેલ પુરસ્કાર ગણાય છે.
તાજેતરમાં જ સુરતના એક દાદીમાં સાથેનો રવીશ કુમારનો ફોટો વાયરલ થઇ રહ્યો છે. જેમને તેઓ પગે લાગી રહ્યા છે. આ દાદીમાની ઉંમર 101 વર્ષની છે અને તેમનું નામ રામબા છે. રવીશકુમાર દાદીમાને મળીને ઘણા ખુશ થઈ ગયા છે.
રવીશ કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને કહી રહ્યા છે કે, 101 વર્ષના દાદીમા ને જોઈને મને લાગ્યું કે તેમના અનુભવો ની આગળ મારે મારું મસ્તક નમાવી દેવું જોઈએ સુરતના રામબા ના દીકરા એ તેમને કહ્યું કે, તેઓની ઉંમર સો વર્ષ છે. દિલ્હી ફરવા લાવ્યો છું. ત્યારે રવીશકુમાર એ કહ્યું કે મને ગુજરાત ની માતાઓ ખૂબ પ્રેમ કરે છે. રામબા જીવન માં પ્રથમવાર હવાઈ યાત્રા કરીને દિલ્હી ફરવા ગયા છે અને તેઓ સિવિલ લાઈન્સ ખાતે આવેલ ગુજરાતી સમાજ મા રોકાયા છે. જ્યાં રવીશકુમાર કેન્ટીનમાં ભોજન કરવા ગયા હતા અને તેમની મુલાકાત થઇ ગઇ હતી.
View this post on Instagram
રવીશકુમાર પોતાના પ્રાઈમ ટાઈમ શો ને કારણે વિશ્વભરમાં જાણીતા છે. તેઓ પ્રાઈમ ટાઇમ સિવાય હમ લોગ, રવિશ કી રિપોર્ટ, દેશ કી બાત જેવા કાર્યક્રમો હોસ્ટ કરે છે. રવીશકુમાર નો જન્મ ૫ ડિસેમ્બર ૧૯૭૪માં થયો હતો.
રવીશ કુમારને બે વાર રામનાથ ગોએન્કા એક્સેલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડ ઓફ ધ યર બેસ્ટ જર્નાલિસ્ટ માટે એનાયત કરવામાં આવ્યો છે અને 2019માં રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પાંચમા ભારતીય પત્રકાર બન્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.