આ તો પુષ્પાનો બાપ નીકળ્યો- એવી જગ્યાએ દારૂ સંતાડી હેરાફેરી કરતો હતો કે, જોઇને પોલીસ પણ ભાન ભૂલી ગઈ

ગુજરાત (Gujarat)માં દારૂ(Alcohol) પર પ્રતિબંધ હોવાને કારણે બુટલેગર દારૂ રાજ્યમાં લઇ આવાના અનેક નવા કિમીયા અજમાવતા જોવા માતા હોય છે. જેમાં અનેક વખત પોલીસે આવા…

ગુજરાત (Gujarat)માં દારૂ(Alcohol) પર પ્રતિબંધ હોવાને કારણે બુટલેગર દારૂ રાજ્યમાં લઇ આવાના અનેક નવા કિમીયા અજમાવતા જોવા માતા હોય છે. જેમાં અનેક વખત પોલીસે આવા કિમીયા અજમાવનારને ઝડપી લઈ પર્દાફાશ પણ કર્યો છે. ત્યારે ફરી એક વખત દીવથી ગીર સોમનાથ જિલ્લામાં દારૂ ઘુસાડવા માટે અપનાવેલ નવા કિમીયાનો ગીર સોમનાથ LCBની ટીમે ગઈકાલે પર્દાફાશ કરી બે શખ્સોને ઝડપી લીધા છે. હાલ એ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મોટર સાયકલમાં જ્યાં જ્યાં જગ્યા હતી ત્યાં બોટલ છુપાવી:
મળતી માહિતી અનુસાર, ગીર સોમનાથના ઉનાથી નજીક પડતા સંઘ પ્રદેશ દીવમાંથી દારૂ ઘુસાડવા બુટલેગરો કાયમી પ્રયાસમાં હોવાથી અવનવા કિમીયા અપનાવતા હોય છે. પરંતુ જિલ્લા પોલીસની સતર્કતાને કારણે દારૂ ઘુસાડતા બુટલેગરોના અનેકવાર પર્દાફાશ થયો છે. જેમાં વધુ એક વખત દીવમાંથી ઉનામાં દારૂ ઘુસાડતા બે આરોપીઓને જિલ્લા ક્રાઈમ બ્રાન્ચની ટીમે દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. જેમાં બંન્ને આરોપીઓ દારૂ ઘુસાડવા જે નવો કિમીયો શોધ્યો હતો તે જોઈને પોલીસ સ્ટાફ પણ ચોંકી ઉઠયો હતો. હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બાઈકમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા:
LCBની ટીમને ઉના તાલુકામાં પેટ્રોલીંગ કરતા સમયે ખાપટ ગામે પહોંચતા બાતમી મળી હતી કે, બે શખ્સો બાઈકમાં ચોરખાના બનાવી દીવ તરફથી ઈંગ્લીશ દારૂ ભરી ઉના- ગીરગઢડા તરફ આવી રહ્યા છે. જેથી ખાપટ ગામના પાટીયા પાસે ટીમ વોચમાં રહેલ તે સમયે એક ડબલ સવાર મોટર સાયકલ પસાર થતા શંકાના આધારે રોકાવી તેને ચેક કરવામાં આવી હતી.

આ દરમિયાન કોડીનારના રહેવાસી મનીષ કીશનભાઇ બાંભણીયા(19) અને જયેશ ધીરૂભાઇ કામળીયા(25)ની મોટર સાયકલમાં સીટ નીચે તથા પેટ્રોલની ટાંકીમાં તથા સાઇડના પડીયામાં બનાવેલ ચોરખાનામાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. જે અંગે તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ 67 બોટલો કી.રૂ.3350 મળી આવી હતી. આ દારૂના જથ્થા ઉપરાંત મોટર સાયકલ મળી કુલ રૂ.18 હજારનો મુદામાલ ઝડપી પાડ્યો હતો. બંને આરોપી વિરુદ્ધ ગુનોનોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *