આજે પણ, જ્યારે આપણે એલિયન્સ, ભૂત અને જલપરી જેવી વસ્તુઓ વિશે સાંભળીએ છીએ, ત્યારે આપણે તેના પર વિશ્વાસ કરી શકતા નથી. કારણ કે, લોકો આવી વસ્તુઓ પર વિશ્વાસ કરતા નથી. જોકે, લોકોને ઘણા પુરાવા મળ્યા છે, પરંતુ શંકાની સ્થિતિ હંમેશા અકબંધ રહે છે. આ દુનિયામાં જલપરી પણ છે. આના કોઈ પુરાવા હજુ સુધી મળ્યા નથી. જેમ જેમ લોકોને આવા સમાચારની જાણ થાય છે, તેઓ શંકાના દાયરામાં આવી જાય છે અને તેના પર વિશ્વાસ કરવાનો ઇનકાર કરે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
એક અહેવાલ મુજબ, 12 ઇંચના રહસ્યમય પ્રાણીને જાપાનના શિકોકુ ટાપુ પરથી પ્રશાંત મહાસાગરમાં માછીમારો દ્વારા 1736 અને 1741 ની વચ્ચે પકડવામાં આવ્યો હતો અને હવે તેને અસાકુચી શહેરના એક મંદિરમાં રાખવામાં આવ્યો છે. જલપરી જેવી મમી વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે તેનું માંસ ચાખશે તેને અમરત્વ મળશે. તેનું સાચું સ્વરૂપ જાણવા માટે વૈજ્ઞાનિકો દ્વારા તેની તપાસ કરવામાં આવશે.
જેમ આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ તેમ એક હસતો ચહેરો, તીક્ષ્ણ દાંત, બે હાથ, માથા પરના વાળ અને ભ્રમર માછલી જેવા છે. તે ભયાનક માનવ સ્વરૂપમાં દેખાય છે. હવે કુરાશિકી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ આર્ટ્સના સંશોધકો દ્વારા તેના રહસ્યોને ઉઘાડી પાડવા માટે સીટી સ્કેનિંગ માટે મમી લેવામાં આવી છે. આ પ્રોજેક્ટ સાથે આવેલા ઓકાયમા ફોકલોર સોસાયટીના હિરોશી કિનોશિતાએ કહ્યું કે આ વિચિત્ર પ્રાણીનું ધાર્મિક મહત્વ પણ હોઈ શકે છે.
હિરોશીએ કહ્યું કે, ‘જાપાનીઝ જલપરી અમરત્વની માન્યતા ધરાવે છે. એવું કહેવાય છે કે, જો તમે આ જલપરીનું માંસ ખાશો, તો તમે ક્યારેય મૃત્યુ પામશો નહીં. જાપાનના ઘણા ભાગોમાં એવી માન્યતા છે કે એક મહિલાએ ભૂલથી જલ્પરીનું માંસ ખાધું અને તે 800 વર્ષ સુધી જીવી. આ ‘યાઓ-બિકુની’ માન્યતા મંદિરની નજીક પણ સચવાયેલી છે જ્યાં જલપરી મળી આવી હતી. મેં સાંભળ્યું છે કે, કેટલાક લોકો એવી માન્યતામાં પણ માને છે કે જલપરીના મમીનું માંસ ખાવામાં આવતું હતું. કેટલાક લોકો એવું પણ માને છે કે એવું બની શકે છે કે વાયરસની ઝપેટમાં આવ્યા પછી તેની આવી સ્થિતિ થઈ શકે છે. હાલ તો આ વર્ષો જુની મમી પાછળનું સત્ય શું છે તે તપાસ બાદ જ ખબર પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.