અમેરિકામાં ફિલ્મીઢબે નકાબધારીઓએ ગણતરીની મીનીટોમાં લુંટી ગુજરાતી વેપારીની જવેલર્સ- જુઓ લુંટનો LIVE વિડીયો

તમે બધાય જાણતા હશો કે સદીઓથી ભારતમાંથી અને ગુજરાતમાંથી ઘણા બધા લોકો અભ્યાસઅર્થે અને ધંધા માટે વિદેશ જાય છે અને ઘણા બધા લોકો ત્યાજ સ્થાઈ…

તમે બધાય જાણતા હશો કે સદીઓથી ભારતમાંથી અને ગુજરાતમાંથી ઘણા બધા લોકો અભ્યાસઅર્થે અને ધંધા માટે વિદેશ જાય છે અને ઘણા બધા લોકો ત્યાજ સ્થાઈ થઇ જાય છે અને ત્યાના નાગરિક બની જાય છે. પરંતુ શું તમને ખબર છે આ વાત? આજે અમે તમને એક રીયલ તાજેતરમાં બનેલા કિસ્સા દ્વારા સમજાવીશું કે, વિદેશમાં ચોર-લૂંટારુઓના ટાર્ગેટ પર સૌથી વધુ ગુજરાતીઓ હોય છે.

ત્યાં વિદેશમાં રેહતા અને ધંધો વ્યાપાર કરીને શાંતિથી વસવાટ કરી રહેલા સુખી અને સંપન્ન ગુજરાતીઓ લૂંટારુઓના ટાર્ગેટ પર વારંવાર ચઢતા હોય છે. ત્યારે અમેરિકાના ન્યુજર્સીમાં એક ગુજરાતી વેપારી લૂંટાયાની ઘટના બની છે. ઓક ટ્રી રોડ પર ગુજરાતી વેપારીના જ્વેલરી શો રૂમમાં અનેક ઢગલાબંધ બુકાનીધારીઓ ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓના આતંકના સીસીસીવી પણ સામે આવ્યા છે. વિડીયો વાઈરલ થયો છે જેને જોઇને તમે પણ ચોંકી જશો.

આજે જે ઘટના અમેરિકાના ન્યુજર્સીમાં બની છે તેને જાણીને ચોક્કસ તમારા રૂંવાડા બેઠા થઇ જશે. અને તમને પણ ગુસ્સો આવશે જણાવી દઈએ તમને કે અમેરિકાના ન્યુજર્સીમાં એક ગુજરાતી વેપારી લૂંટાયાની ઘટના બની છે. ઓક ટ્રી રોડ પર ગુજરાતી વેપારીના જ્વેલરી શો રૂમમાંઘૂસી 8-10 બુરખાધારીએ ગણતરીની મિનિટોમાં બધાં સોનાનાં ઘરેણાં લૂંટી લીધા હતા. લૂંટારુઓના આતંકના સીસીસીવી પણ સામે આવ્યા છે.

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં એક દુખદ ઘટના બની છે. અને ભારતીયોને આંચકો લાગે તેવું કહી શકાય વિસ્તારથી માહિતી જાણીએ તો, અમેરિકાના ઓક ટ્રી રોડ પર આવેલા જ્વેલરી શો રૂમમાં આ ઘટના બની હતી. આ રોડ પર વિરાણી જ્વેલર્સ આવેલુ છે. જે એક ગુજરાતી પરિવાર દ્વારા સંચાલિત છે. તાજેતરમાં વિરાણી જ્વેલર્સમાં બંદૂક લઈને કેટલાક બુકાનીધારીઓ આવી ચઢ્યા હતા. જેઓએ સોનાની વસ્તુઓની લૂંટ ચલાવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ બુકાનીધારીઓએ ગણતરીની મિનિટોમાં દુકાનમા આતંક મચાવ્યો હતો. બંદૂક બતાવીને દુકાનના કર્મચારીઓને ડરાવ્યા હતા અને બંદી બનાવ્યા હતા. ત્યાર બાદ સોનાની વસ્તુઓ લઈને ફરાર થઈ ગયા હતા. ખુબજ બિહામણું દર્શય વાઈરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે. જ્વેલર્સમાં પણ લૂંટારાઓએ કર્મચારીઓને ડરાવવા ગોળી ચલાવી હતી. જોકે તેમણે કોઈ કર્મચારીને નુકસાન પહોંચાડ્યું નથી. લૂંટારાઓના ગયા પછી કર્મચારીઓએ પોલીસને ફોન કરીને માહિતી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *