‘યે બાપુ ઝુકેગા નહિ’ જાડેજાના દમદાર 175 રન બાદ, બોલિંગથી પણ શ્રીલંકાના બેટ્સમેનને કર્યા પેવેલિયન ભેગા

ઈન્ડિયન ટીમ(Indian team) દ્વારા શ્રીલંકા(SriLanka) વિરૂદ્ધ પહેલી ટેસ્ટ મેચ(Test match)ના બીજા દિવસે મોહાલી(Mohali)માં પોતાનો દબદબો બનાવી લેવામાં આવ્યો છે. SL ટીમ દ્વારા પહેલી ઈનિંગમાં 574/8ના…

ઈન્ડિયન ટીમ(Indian team) દ્વારા શ્રીલંકા(SriLanka) વિરૂદ્ધ પહેલી ટેસ્ટ મેચ(Test match)ના બીજા દિવસે મોહાલી(Mohali)માં પોતાનો દબદબો બનાવી લેવામાં આવ્યો છે. SL ટીમ દ્વારા પહેલી ઈનિંગમાં 574/8ના સ્કોર પર ઈનિંગ ડિક્લેર કરવામાં આવી હતી. તે દરમિયાન, DAY-2 સ્ટમ્પ્સ સુધી શ્રીલંકાનો સ્કોર 108/4 રહ્યો છે. જોકે, શ્રીલંકાએ ફોલોઓનથી બચવા માટે હજુ પણ 267 રનની જરૂર છે. જ્યારે આજે શનિવારે ભારતના રવિચંદ્રન અશ્વિન(Ravichandran Ashwin) અને રવીન્દ્ર જાડેજા(Ravindra Jadeja)એ 2-2 વિકેટ લીધી હોવાનું જાણવા મળ્યું છે.

મોહાલીમાં રમાતી ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મેચ કોહલી માટે ખાસ છે. કારણ કે, વિરાટ અહીં પોતાની ટેસ્ટ કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. જયારે પહેલી ઈનિંગમાં 45 રનમાં આઉટ થયા પછી ફિલ્ડિંગ કરવા વિરાટ ઉતર્યો ત્યારે ઈન્ડિયન ટીમના ખેલાડી દ્વારા તેને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરતા 228 બોલમાં અણનમ 175 રન કર્યા છે. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. એટલું જ નહીં આ મેચમાં જાડેજા દ્વારા ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર સિક્સર ફટકારીને 150 રનનો આંકડો પૂરો કરવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે, આ જાડેજાની ટેસ્ટ કારકિર્દીની બીજી જ સદી છે અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની 11મી સદી છે. આની પહેલા સર જાડેજાએ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 100 રન કર્યા હતા.

નોંધનીય છે કે, આ મેચમાં પણ જાડેજાએ પોતાની શૈલીમાં તલવાર ચલાવીને સદીની ઉજવણી કરી હતી. જોકે, આ દરમિયાન મોહમ્મદ સિરાજ પણ આ સેલિબ્રેશનની ઉજવણી કરતો જોવા મળ્યો હતો.

જાડેજાએ 29 ઈનિંગ્સ પછી ટેસ્ટમાં સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ પહેલા દાવમાં 574/8 રન કર્યા હતા. મોહાલીમાં ટીમનો આ સર્વોચ્ચ સ્કોર છે. શમી અને જાડેજાએ 9મી વિકેટ માટે 94 બોલમાં અણનમ 103 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. ભારતે 2015 પછી 16મી વખત એક ઇનિંગ્સમાં 500+ રન કર્યા હતા. 2018ની શરૂઆતથી ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો આ ચોથો સૌથી હાઈએસ્ટ સ્કોર છે.

ઈન્ડિયન ટીમે બનાવ્યો રેકોર્ડ
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું ચોથીવાર જ થયું છે, જ્યારે એક ટેસ્ટ ઈનિંગમાં ટીમના ટોપ-8 બેટર 25+ રનનો સ્કોર બનાવી શક્યા છે. તેવામાં રસપ્રદ વાત તો એ રહી કે, આની પહેલા ભારતે 2007માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આ રેકોર્ડ નોંધાવ્યો હતો.

અશ્વિનનું જોરદાર કમબેક
જણાવી દઈએ કે, નંબર-8 પર બેટિંગ કરવા ઉતરેલા રવિચંદ્રન અશ્વિન દ્વારા શાનદાર બેટિંગ કરવામાં આવી હતી. તેણે 67 બોલમાં જ પોતાની કારકિર્દીની 12મી ફિફ્ટી ફટકારી દીધી હતી. જોકે, ત્યારબાદ તે 61 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. 7મી વિકેટ માટે જાડેજા અને અશ્વિને 174 બોલમાં 130 રન જોડ્યા હતા.

સ્પિનિંગ લિજેન્ડ વોર્નનું અવસાન
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની ઉંમરે હૃદય રોગનો હુમલો આવતા અવસાન થયું છે. વોર્નના મેનેજમેન્ટ દ્વારા સંક્ષિપ્તમાં એક નિવેદન આપી આ માહિતી આપવામાં આવી છે. શેન તેના થાઈલેન્ડ સ્થિત વિલામાં નિંદ્રાધિન અવસ્થામાં મૃત જોવા મળ્યા હતા અને ડોકટરો દ્વારા તમામ પ્રયત્ન વચ્ચે પણ તેમને પુનઃજીવિત કરી શકાયા ન હતા. પરિવારના સભ્યો દ્વારા અત્યારના સમયે ગોપનિયતાને ધ્યાનમાં રાખવા વિનંતી કરવામાં આવી છે અને આ અંગે ટૂંક સમયમાં માહિતી પૂરી પાડવાની ખાતરી પણ આપી છે.

પહેલી ટેસ્ટમાં ભારતની ટીમ- વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, જયંત યાદવ, હનુમા વિહારી, રોહિત શર્મા, શ્રેયસ અય્યર, મોહમ્મદ શમી, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ,

પહેલી ટેસ્ટમાં શ્રીલંકાની ટીમ- દિમુથ કરુણારત્ને, વિશ્વા ફર્નાન્ડો, લાહિરુ થિરિમાને, પથુમ નિસાન્કા, ચરિત અસલંકા, લસિથ એમ્બુલ્ડેનિયા, એન્જેલો મેથ્યુસ, ધનંજય ડી સિલ્વા, નિરોશન ડિકવેલા, સુરંગા લકમલ અને લાહિરુ કુમારા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *