પર્પલ કેપનો બાદશાહ, RCBનો સ્ટાર બોલર્સ હર્ષલ પટેલ માથે તૂટી પડ્યો દુઃખનો પહાડ- IPL છોડી ઘરે ભાગવું પડ્યું

IPL 15મી સિઝનની 18મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians)નો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) સામે થયો હતો. આ મેચમાં મુંબઈની ટીમને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો…

IPL 15મી સિઝનની 18મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians)નો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) સામે થયો હતો. આ મેચમાં મુંબઈની ટીમને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ દરમિયાન બેંગ્લોરના સ્ટાર બોલર હર્ષલ પટેલ(Harshal patel)ને દુઃખદ સમાચાર મળ્યા હતા. તેની બહેન જે કેટલાક દિવસોથી બીમાર હતી તેનું અવસાન થયું.

શનિવારે ડબલ હેડર મેચની બીજી મેચમાં બેંગ્લોરનો સામનો મુંબઈની ટીમ સાથે થયો હતો. આ મેચ દરમિયાન જ બેંગ્લોરના ફાસ્ટ બોલર હર્ષલની બહેનના મોતના સમાચાર આવ્યા હતા. દુઃખની આ ઘડીમાં ટીમ આ ખેલાડી સાથે દેખાઈ અને મેનેજમેન્ટે તાત્કાલિક ઘરે જવાની વ્યવસ્થા કરી. હાલમાં, ટૂર્નામેન્ટ રમવાના કારણે તે બાયો બબલનો ભાગ છે. તેણે બાયો બબલમાંથી બહાર નીકળીને તેના ઘરે જવું પડ્યું, આ કારણે, હવે તેણે બબલ પર પાછા ફરવા માટે ક્વોરેન્ટાઇનના નિયમોનું પાલન કરવું પડી શકે છે.

ગઈકાલે બેંગ્લોર અને મુંબઈ વચ્ચે મેચ ચાલી રહી હતી ત્યારે હર્ષલની બહેનનું નિધન થયું હતું. તે મેચ બાદ તરત જ એક દિવસ માટે તેના ઘરે ગયો છે. એક દિવસ પછી ટીમમાં જોડાશે.

સાંજની મેચમાં બેંગ્લોર સામે પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ સૂર્યકુમાર યાદવની અડધી સદીના આધારે 6 વિકેટે 151 રન બનાવ્યા હતા. હર્ષલે આ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી અને 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. લક્ષ્યનો પીછો કરતા બેંગ્લોરે 18.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. અનુજ રાવતે અણનમ 66 રન બનાવ્યા હતા જ્યારે વિરાટ કોહલી 48 રન બનાવીને આઉટ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *