હાલમાં જ માહિતી મળી આવી છે કે, ગુપ્ત માહિતી મળતા પોલીસે (Police) મહારાષ્ટ્રના (Maharashtra) નાગપુરમાં (Nagpur) એક ફ્લેટમાં દરોડા પાડ્યા (Raid) હતા. તે દરમિયાન તેમની પાસેથી ઘણી મોટી રકમ વસુલવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર 4 કરોડ 30 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ કેસમાં હવાલાના વેપારીઓ નેહલ બદલિયા, વિલાસભાઈ પચ્ચીકર અને શિવકુમાર દિવાનીવાલની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. ડીસીપી ગજાનન રાજમાનેએ આ કાર્યવાહી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રના નાગપુરમાં ગુપ્ત માહિતીના આધારે પોલીસે શુક્રવારે મોડી રાત્રે તે ફ્લેટમાં દરોડો પાડ્યો હતો.
ડીસીપી ગજાનન રાજમાનેએ વધુમાં જણાવ્યું હતું કે, રકમ એટલી બધી મોટી હતી કે તેની ગણતરી માટે મશીન બોલાવવું પડ્યું હતું. નોટોના ઢગલા જોઇને પોલીસ સહીત સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલ આટલી મોટી રકમની રિકવરી બાદ હવે ત્રણેય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે આ કેસમાં ત્રણેય આરોપીઓની પૂછપરછ કરીને આટલા પૈસા ક્યાંથી મેળવ્યા તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ પાસેથી આટલી મોટી રકમ મળી આવતા પોલીસ પણ દંગ રહી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.