રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે સતત 12 દિવસથી યુદ્ધ ચાલુ છે. વૈશ્વિક દબાણ અને તમામ કડક પ્રતિબંધો છતાં, રશિયાએ તેના હુમલાઓ તેજ કર્યા છે. તે અહીં રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવી રહ્યો છે, જેના કારણે દુનિયાભરના દેશો લોકોને બહાર કાઢવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) સોમવારે ફરી એકવાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરશે. સૂત્રોને ટાંકીને આ માહિતી મળી છે.
યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ભારત સરકાર મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ટોચના સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે અને બપોરે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરશે. થોડા દિવસો પહેલા પણ પીએમ મોદીએ રશિયા-યુક્રેન સંકટ પર રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી.
Prime Minister Narendra Modi to speak to Russian President Vladimir Putin on the phone today: GoI sources
(file photos) pic.twitter.com/PkqIs0L4EM
— ANI (@ANI) March 7, 2022
અત્રે ઉલેખનીય છે કે, પહેલા એવા સમાચાર હતા કે, પીએમ મોદી સવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરશે. તેણે ભૂતકાળમાં પુતિન અને ઝેલેન્સકી સાથે પણ વાત કરી છે. પીએમ મોદીએ 26 ફેબ્રુઆરીએ ઝેલેન્સકી સાથે પહેલીવાર વાત કરી હતી. તે સમયે ઝેલેન્સકીએ તેમની પાસે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ ભારતનું સમર્થન માંગ્યું હતું. જો કે ભારત આ મામલે કોઈ એક પક્ષને સમર્થન આપવાનું ટાળી રહ્યું છે. તેણે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ મતદાનથી પણ પોતાને દૂર રાખ્યા છે.
યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા પણ શરૂ કરી છે. નાગરિકો પરત આવે તે માટે સરકારે ચાર કેન્દ્રીય મંત્રીઓને યુક્રેનના પડોશી દેશોમાં મોકલવાનો નિર્ણય લીધો હતો. આ સાથે વિદેશ મંત્રાલયે યુદ્ધવિરામ લાગુ કરવાની જાહેરાત કરી છે. જેનો રશિયા તરફથી પસંદગીપૂર્વક અમલ પણ કરવામાં આવ્યો હતો. જેથી યુક્રેનના સામાન્ય નાગરિકો અને ત્યાં ફસાયેલા વિદેશીઓ માટે સુરક્ષિત કોરિડોર ખોલી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.