સુરત(surat): ગુજરાત(Gujarat)માં હિટ એન્ડ રન(Hit and run)ના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે. મંગળવારની મોડી રાત્રે પાલ RTO(Pal RTO) નજીક બાઈક લઈને ફરવા નીકળેલ બે પિતરાઈ ભાઈઓને બેફામ કારચાલકે અડફેટે લેતા પાલિકા અધિકારીના મોત ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પરિવારમાં આ એકના એક પુત્રના મોતથી શોકનો માહોલ છવાયો હતો. બીજા પિતરાઈ ભાઈને ગંભીર ઈજાઓ થતા તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, યુવક હવામાં ફગોળાઈને જમીન પર પટકાયા બાદ ઘ્ત્નાસ્થ્લે જ મોત નીપજ્યું હતું. અત્રે નોંધનીય છે કે, ઘટનાના 60 કલાક બાદ પણ પોલીસ કાર ચાલકને પકડી શકી નથી.
એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પુત્રના મોતના વિરહમાં પિતાએ જણાવ્યું હતું કે, CCTVમાં કારનો કલર અને સંજીવકુમાર ઓડિટોરિયમ તરફ જતી કાર સ્પષ્ટપણે દેખાય રહી છે. ત્યારે સુરત પોલીસ મારા દીકરાને ભરજવાનીમાં મોતની ચાદર ઓઢાડનારને સજા અપાવે એ જ એક માત્ર માંગણી કરી રહ્યા છે. મારો ભાવેશ તેના પિતરાઈ ભાઈ સાથે બાઇક લઈ ફરવા નીકળ્યો હતો. અમને ક્યાં ખબર હતી કે, આ એની છેલ્લી સફર હશે. તો અમે તેને જવા જ ન દેત. પાલ અન્નપૂર્ણ મંદિર નજીક એક બેફામ કારચાલકે બાઈકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ભાવેશ હવામાં ફગોળાઈને જમીન ઉપર પટકાયો હતો. જેને કારણે ભાવેશનું ઘટના સ્થળે જ માથાની ઇજાને લઈ મોત નીપજ્યું હતું. જ્યારે અક્ષયને સામાન્ય ઇજા બાદ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
મળતી માહિતી અનુસાર, પાલ અડાજણ શારદા રો-હાઉસ ખાતે વસવાટ કરતા 28 વર્ષીય ભાવેશ પ્રમોદચંદ્ર જરીવાલા પ્રાઈવેટ બેંકમાં નોકરી કરતો હતો. ભાવેશના પિતા પાલિકાના ઉધના ઝોનમાં અધિકારી છે. જ્યારે માતા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવે છે. મૃતક ભાવેશના પિતા પ્રમોદભાઈ જરીવાલાએ જણાવ્યું હતું કે, 28 વર્ષના પુત્રને હૃદય પર પથ્થર મૂકી કાંધ આપી છે. જેના લગ્નના સ્વપ્ન જોતા હતા એ હવે એક સ્વપ્ન જ બની ગયું, ખબર નહીં વિધાતા આટલો બધો નિષ્ઠુર કઈ રીતે બની શકે. હજી હૃદય માનવા તૈયાર નથી કે ભાવેશ પરિવારને જ નહીં દુનિયા છોડી ગયો છે. સવાર અને સાંજ પડે એટલે મોઢામાંથી એકવાર તો ભાવેશ આવ્યો કે નહીં એ નીકળી જ જાય છે. પરિવાર એમના જ આંસુઓમાં ડૂબી રહ્યો છે. છોકરો તો અમે ગુમાવ્યો છે કાર ચાલકનું ક્યાં કંઈ ગયું છે પણ અમે એને સજા અપાવીશું, ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવીશું.
મૃતક ભાવેશના પિતાએ વધુમાં જણાવ્યું કે, ઇજાગ્રસ્ત બાઇક ચાલક અક્ષયના પોલીસે નિવેદન પણ લઈ ગઈ છે. ઘટનાને 60 કલાકથી વધુનો સમય વિતી ગયો છે. સીસીટીવીમાં બાઇકને અડફેટે લેતી કાર દેખાય છે અને સંજીવ કુમાર ઓડીટોરિયમ તરફ ભાગતી પણ દેખાય છે. તમામ પ્રકારના પુરાવા પોલીસને આપ્યા છે. છતાં પોલીસ એમ જ કહે છે તપાસ ચાલી રહી છે. કોઈ કહેશે કે 60 કલાકથી કાર ચાલક પકડાતો નથી કે પકડવામાં આવતો નથી. ભાવેશ માતા-પિતાનો એકનો એક દીકરો હતો. જે દીકરો રોજ બે હાથ જોડી પગે લાગી બહાર નીકળતો એને આજે અમે બે હાથ જોડી પાર્થના કરવા મજબૂર બન્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.