સ્કૂટીથી કૉલેજ જઈ રહેલી બે બહેનોને એક ઝડપી ટુરિસ્ટ બસે ટક્કર મારી હતી. અકસ્માત(Accident)માં બસનું વ્હીલ એક બહેનના માથા પરથી પસાર થઈ ગયું હતું. જેના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સ્કૂટી પર પાછળ બેઠેલી પિતરાઈ બહેનને સામાન્ય ઈજા થઈ હતી. જયારે મૃત્યુ પામનાર યુવતી BCAની વિદ્યાર્થીની હોવાનું કહેવાય રહ્યું છે. પોલીસ દ્વારા બસ કબજે કરી લેવામાં આવી છે. જ્યારે બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. અકસ્માતનું કારણ બસની વધુ ઝડપ હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ભોપાલના ગિરી મોહલ્લા અમરાઈની પુત્રી ઈશા કટિયાર (22) ભોજપુર રોડ સ્થિત ઈપર કોલેજમાં BCA ફાઈનલ યરની વિદ્યાર્થીની હતી. આ દિવસોમાં કોલેજમાં પરીક્ષાની તૈયારીઓ ચાલી રહી છે. ગુરુવારે બપોરે 2.30 વાગ્યાની આસપાસ ઈશા તેની પિતરાઈ બહેન પાયલ સાથે કોલેજ જવા નીકળી હતી. ઈશા ગાડી ચલાવી રહી હતી. તે હોશંગાબાદ રોડ BRTSથી જઈ રહી હતી.
સાઈ મંદિરની નજીક પહોંચી હતી. જ્યારે પાછળથી ચાલી રહેલી બસે સ્કૂટીને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઈશા બસની સામે રોડ પર પડી ગઈ. બસનું વ્હીલ તેના માથા પરથી પસાર થઈ ગયું. જ્યારે પાયલ સ્કૂટી માંથી કૂદીને રોડની બાજુમાં પડી ગઈ હતી. તેનાથી ફક્ત તેના હાથને જ ઈજા થઈ છે. જયારે ત્યાં હાજર લોકો તરત જ પાયલને હોસ્પિટલ લઈ ગયા હતા.
પોલીસની વિલંબના કારણે પીએમ થઈ શક્યું નથી:
આ અકસ્માત બપોરે 2.30 વાગ્યાની આસપાસ થયો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ પેપરવર્કના કારણે ઈશાનો મૃતદેહ AIIMSમાં મોડો પહોંચ્યો હતો. તેમાં પણ દસ્તાવેજો પૂરા ન થવાને કારણે AIIMSએ શુક્રવારે પીએમ કરવાનું કહેવામાં આવ્યું છે. મૃતદેહને મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે. ઈશાના પિતા ગોરલાલ ઓટો પાર્ટ્સની દુકાન ચલાવે છે. તેણે કહ્યું છે કે, દીકરી કોલેજ જવા નીકળી હતી. પરંતુ રસ્તામાં બસે તેનો જીવ છીનવી લીધો.
અન્નપૂર્ણા ટ્રાવેલ્સ બસ:
ઈશાને ટક્કર મારનાર બસ મંડીદીપ તરફ જઈ રહી હતી. બસ અન્નપૂર્ણા ટ્રાવેલ્સની છે. ઘટના બાદ લોકોના ટોળા એકઠા થાય તે પહેલા જ બસનો ડ્રાઈવર ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બસનો કંડક્ટર પણ સ્થળ પર મળ્યો ન હતો. ઘટના સમયે બસમાં કોઈ મુસાફરો નહોતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.