સુરતના પસોદરાના ચકચારી ગ્રીષ્મા વેકરીયા(grishma vekariya) હત્યાકાંડ ના આરોપી ફેનીલ ગોયાણી (Fenil Goyani) સુધરવાનું નામ નથી લઇ રહ્યો જેલની બહાર આવા ધમપછાડા કરી રહેલો ફેનીલ ગોયાણી હવે વધુ એક હરકત કરતો ઝડપાયો છે
ફેનીલ ગોયાણી જેલમાં રહીને પણ ના સુધર્યો હોય તેમ કેદી તરીકે મળતા લાભ નો ગેર ઉપયોગ કરી રહ્યો છે. આરોપી ફેનીલ જેલમાંથી ફોન કરીને ગ્રીષ્મા વેકરીયા ની બહેનપણી ક્રિષ્ના ને ફોન કર્યો હોવાની વિગતો સામે આવી છે. હાલમાં કોર્ટમાં ફેનિલ વિરુદ્ધના સાક્ષીઓની જુબાની ચાલી રહી છે. જેમાં અલગ અલગ સાક્ષીઓની તપાસ અને ઉલટ તપાસ કરવામાં આવી રહી છે.
ફેનીલ ગોયાણીએ જેલમાંથી પોતાની બહેન ને ફોન કરવા પરવાનગી લીધી હતી, પરંતુ ફેનીલએ ગ્રીષ્માની બહેનપણી ક્રિષ્ના ને ફોન કરી ને કોર્ટમાં પોતાનું નિવેદન ફેરવી નાખવા માટે કહેતા વિવાદ ઉભો થયો છે. આરોપી ફેનીલએ જેલમાંથી ફોન કરીને સાક્ષી તરીકે ક્રિષ્નાને પોતાની તરફેણમાં જુબાની આપવા ક્રિષ્નાને દબાણ કર્યું હોવાની વાત બહાર આવી છે.
ફેનીલ એ જેલમાંથી પોતાની બહેનને ફોન કરવાની પરવાનગી લઈને ક્રિષ્ના નામની યુવતીને ફોન કર્યો હતો. ફેનીલ એ કોલેજમાં સાથે ભણતી કિશ્નાને બહેન બનાવી હતી. ગ્રીષ્મા સાથે તકરાર થતાં અવારનવાર ફેનીલ એ તેના મિત્રોને ગ્રીષ્માને મારી નાખવાની વાત કરી હતી. ક્રિષ્ના ને પણ ઘણી વખત આ વિશે વાત કરી હતી અને ક્રિષ્નાને પણ ફેનીલ ભૂતકાળમાં કહેતો હતો કે તે ગ્રીષ્માને મારી નાખશે.
ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં હત્યાના દિવસે ફેનીલ એ ક્રિષ્ના નામની યુવતીને ફોન કરીને તે ગ્રીષ્માને મારી નાખવા જઈ રહ્યો છે, તેવી વાત પણ કરી હતી. આ બાબતે સાક્ષી રહેલી ક્રિશ્નાએ કોર્ટમાં જુબાની આપતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.
ક્રિશ્નાએ કોર્ટમાં પોતાને ફેનીલનો ફોન આવ્યાની વાત કરતા હાજર વકીલ અને ન્યાયાધીશ પણ ચોંકી ગયા હતા અને આ મામલે સ્પેશીયલ સરકારી વકીલ નિમવામાં આવેલા નયન સુખડવાલાએ (PP Nayan Sukhadwala) કોર્ટમાં લેખિત ફરિયાદ કરી હતી. નયન સુખડવાલાએ કોર્ટમાં ફરિયાદ કરી છે કે, જેલમાં કેદી તરીકે મળતા લાભ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સાક્ષીને જુબાની ફેરવવા દબાણ કરવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.