દેશમાં કોઈ પણ જગ્યાએ રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાન આવે એટલે કડક સિક્યુરીટી મુકવામાં આવે છે, અને રસ્તાઓ પર સફાઈ કરવામાં આવે છે. પરંતુ શા માટે તેઓથી દેશની ગંદકી છુપવામાં આવે છે? જે દેશને ચાલવે તેને જાણવાનો અધિકાર છે કે ભારત દેશમાં કેટલાં ગરીબો છે અને કેટલી ગંદકી છે! દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(Ramnath Kovind) આજે જામનગર(Jamnagar Visit)ની મુલાકાત પર છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને જામનગરમાં નવી મથક વાલસુરામાં કાર્યક્રમ (valsura jamnagar events)ના મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યાં હતાં. પરતું જામનગરમાં રાષ્ટ્રપતિ જે રસ્તે(રૂટ)થી પસાર થવાનાં હતાં તે રૂટ પર ખાસ કરીને ઝૂંપડપટ્ટીઓ અને ગંદકી આવેલી છે.
સર્કિટ હાઉસથી વાલસુરા રૂટ
તંત્ર દ્વારા આ રૂટ પર આવેલી ઝૂંપડપટ્ટીઓ અને તેની ગંદકી ઢાંકવા માટે સફેદ પડદા લગાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ આજે સવારે 9:30 વાગ્યાની આસપાસ જામનગર આવી ગયા છે. જામનગરના સર્કિટ હાઉસ (jamnagar circuit house)માં ગયાં અને ત્યાંથી લાલ બંગલા સર્કલ, સાત રસ્તા, સરુ સેક્શન રોડ અને બેડી રોડ પરથી વાલસુરા જવા રવાના થયા હતાં.
આ રૂટ પર અનેક જગ્યાએ ગરીબ લોકો વસવાટ કરે છે. ગરીબોની ગરીબી અને ગંદકીને છૂપાવવા માટે તંત્ર દ્વારા સફેદ પડદાઓ લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને બેડી બંદર રોડ પર મોટા ભાગના માછીમારો વસવાટ કરે છે. જામનગરમાં તંત્ર દ્વારા સાત રસ્તાથી સાધના કોલોની સુધી સફેદ પડદા લગાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ,સાત રસ્તાની આજુબાજુમાં મોટી સંખ્યામાં ઝૂંપડપટ્ટી આવેલી છે.
ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, ઝૂંપડપટ્ટીને છૂપાવવા માટે તંત્ર દ્વારા ક્યાંકને ક્યાંક પડદા લગાવવામાં આવ્યા છે. કારણ કે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ અહીંથી જ પસાર થવાના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.