પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર બાદ હવે દવાઓ પણ મોંઘી થવા જઈ રહી છે. એપ્રિલથી 800 થી વધુ આવશ્યક દવાઓની કિંમતમાં સીધા 10 ટકા સુધીનો વધારો થવા જઈ રહ્યો છે. આમાં તાવ, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, ચામડીના રોગો અને એનિમિયાની સારવારમાં વપરાતી દવાઓનો પણ સમાવેશ થઇ રહ્યો છે.
શું ખાદ્યપદાર્થોના પણ વધશે ભાવ!
પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. મોટાભાગના શહેરોમાં પેટ્રોલ 100ને પાર કરી ચૂક્યું છે. તેથી સતત વધારો સામાન્ય માણસ માટે મુશ્કેલીનો વિષય બની ગયો છે. ડીઝલના ભાવમાં સતત વધારો થવાના કારણે આગામી દિવસોમાં ખાદ્યપદાર્થોના ભાવમાં પણ વધારો થવાની આશંકા છે. આ દરમિયાન મોંઘવારીની અસર દવાઓ પર પણ પડી છે. કેન્દ્ર સરકારે સુનિશ્ચિત દવાઓના ભાવમાં વધારો કરવાની લીલી ઝંડી બતાવી દીધી છે. જેના કારણે એપ્રિલથી 800 થી વધુ આવશ્યક દવાઓ 10 ટકાથી વધુ મોંઘી થઈ જશે.
પેરાસિટામોલ માટે કિંમત ચૂકવવી પડશે વધુ:
આવતા મહિનાથી તમારે પેરાસીટામોલ ફેનીટોઈન સોડિયમ, મેટ્રોનીડાઝોલ જેવી પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓ માટે પણ વધુ પૈસા ચૂકવવા પડશે. નેશનલ ફાર્મા પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) અનુસાર, હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (WPI)માં વધારાને કારણે આવું થવા જઈ રહ્યું છે. 1 એપ્રિલ 2022થી દવાઓના ભાવમાં વધારો થશે.
લાંબા સમયથી કરવામાં આવી રહી છે માંગ:
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી બાદ ફાર્મા ઇન્ડસ્ટ્રી દ્વારા સતત દવાઓના ભાવમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી હતી. ત્યાર પછી સૂચિત દવાઓની કિંમતોમાં 10.7 ટકા વધારાને મંજૂરી આપવામાં આવી છે. શેડ્યૂલ દવાઓમાં આવશ્યક દવાઓનો સમાવેશ થાય છે અને તેની કિંમતો પર નિયંત્રિત હોય છે. પરવાનગી વિના તેમના ભાવમાં વધારો કરી શકાતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.